દરેક છોકરીને ફસાવ્યા પછી કબ્રસ્તાને લઇ જતો હતો સંજય દત્ત, બ્રેકઅપ થવા પર લેતો હતો બદલો

21 Jun, 2018

 સંજય દત્તના જીવન પર બનનારી બાયોપિક ફિલ્મ સંજુ ઘણી લાઇમલાઇટમાં છે. આ ફિલ્મની સાથે સંજયદત્તની લાઇફના ઘણા કિસ્સા ખુલી રહયા છે.

હાલમાં જ સંજય દત્તના એક ઇન્ટરવ્યુમાં પોતાની પર્સનલ લાઇફના થોડાક વધુ કિસ્સા પણ શેયર કયા છે. રણબીર ફિલ્મમાં સંજય દત્તનો અભિનય કરી રહયો છે.
 
 

 

તેમાં સંજયદત્તના ઘણા ન સાંભળેલા કિસ્સા સામેલ કરવામાં આવ્યા છે. તે બધાને ખબર પડે કે સંજય દત્તની અંગત લાઇફ ઘણી વિવાદીત અને રંગીન હતી. સામાન્ય માણસને ખબર નહીં હોય કે સંજય કેવી રીતે છોકરીઓને ઇમોશનલી અટેચ કરતો હતો.

રણબીર અને રાજકુમાર હિરાનીના એક ઇન્ટરવ્યુમાં સંજય દત્તની લાઇફના આવા કિસ્સા બતાવવામાં આવ્યા છે કે લોકો સાંભળીને ચોંકી જાય. એ સાંભળીને બધા હલીબલી જશે કે છોકરીઓને ઇમોશનલી બ્લેકમેલ કરવા માટે સંજય દત્ત તેને કબ્રસ્તાન લઇ જતો હતો.

સંજય દત્તની રંગીન લાઇફના કિસ્સા સંભાળવતા રાજુકમાર હિરાની કહે છે, સંજયની જે પણ નવી ગલર્ર્ફ્રેન્ડ બનતી હતી તેને તે કોઇપણની કબર પર લઇ જતો અને છોકરીઓને કહેતો હતો, હું તને મારી માં સાથે મેળવવા લાવ્યું છું.

 

 

સંજયનું આવું કરવાથી છોકરી તેનાથી ઇમોશનલી અટેચ થઇ જતી હતી. જયારે તેની માંની કબર બીજે કયાંક હતી. સંજય દત્તની ૩૦૮ ગર્લફ્રેન્ડસ રહી છે તે હંમેશા છોકરીઓને ઇમોશનલી બ્લેકમેલ કરતો અને ફસાવવા માટે કબ્રસ્તાન લઇ જતો હતો. ત્યાં સંજય દત્ત કોઇપણ કબ્રને બતાડીને કહેતો કે મારી માંની કબ્ર છે.

 

 

એક કિસ્સો વધુ છે કે એક ગર્લફ્રેન્ડ સાથે સંજયનું બે્રકઅપ થઇ ગયું, ત્યારે તેને પોતાના દોસ્તની નવી ગાડી લીધી. ગર્લફ્રેન્ડના ઘરની બહાર ગાડી ઉભી હતી તેને ઠોકી દીધી. પછી ખબર પડી કે તેની ગર્લફ્રેન્ડના નવા બોયફ્રેન્ડની ગાડી ન હતી અને બંને ગાડીમાં ખરાબ રીતે ડેમેજ થઇ ગયું.

 

 

સંંજય દત્ત બ્રેકઅપ થતા બદલો પણ લેતો હતો. ફિલ્મ સંજુના ટ્રેલરમાં બતાડવામાં આવ્યું છે કે સંજય દત્તને લગભગ ૩૫૦ મહિલાઓ સાથે શારીરિક સંબંધ રહયા છે.