સાનિયા મિર્ઝાથી કયાંય વધારે ખુબસુરત છે તેની નાની બહેન અનમ, અહીં જુઓ તસવીરો

30 Aug, 2018

 સાનિયા ન માત્ર તેની શાનદાર રમત માટે, પરંતુ તેના લુકસ અને સ્ટાઇલ માટે પણ ઓળખવામાં આવે છે. સાનિયાથી જોડાયેલી પળ પળના સમાચારો ફેન્સને મળતા રહે છે. વધુ પડતા લોકો સાનિયા મિર્ઝાની જિંદગીથી જોડાયેલી ઘણી બધી વાતો જાણે છે. પરંતુ ઘણા ઓછા લોકોને તેની બહેન અનમ મિર્ઝા વિશે ખબર છે.

સાનિયાની નાની બહેન અનમ મિર્ઝા ઘણી ખુબસુરત છે. એમ તો અનમ લાઇમલાઇટથી દુર રહેવાનું પસંદ કરે છે, પરંતુ ફેશનના મામલામાં તેના ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઇલ બોલીવુડ અભિનેત્રીઓને માત આપે છે. સોશ્યલ મીડિયા પર અનમ ઘણી એકટીવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો ઘણીવાર વાયરલ થઇ ચુકી છે. અનમ મિર્ઝાના ઇન્સ્ટાગ્રામ પર લગભગ ૪૦ હજાર યુઝર્સ ફોલો કરે છે.
 

સાનિયાની બહેન અનમ મિર્ઝા એક ડિઝાઇનર છે અને પોતાનું આઉટલેટ ચલાવે છે. નવેમ્બર ૨૦૧૬માં તેના લગ્ન હૈદરાબાદના બિઝનેસમેન અકબર રશીદની સાથે ધામધુમથી થયા હતા. તેના લગ્નમાં બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન સહિત ઘણા ફિલ્મી સિતારાઓ પહોંચ્યા હતા.

અહીં જુઓ અનમ મિર્ઝાની અન્ય તસવીરો