ભારત-શ્રીલંકાની વચ્ચેના મેચ દરમ્યાન સાનિયાએ પાકિસ્તાનથી શેયર કરી એવી તસવીર, લોકો બોલ્યા, પાગલ થઇ ગઇ

14 Mar, 2018

 ભારત અને શ્રીલંકાની વચ્ચે ૧ર માર્ચ નિદહાસ ટ્રોફીના ચોથા મેચ રમાયો હતો. આ મેચમાં ભારત અને શ્રીલંકાને હરાવીને પહેલી મેચમાં હારનો બદલો પણ લઇ લીધો.

આ મેચ દરમ્યાન ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ મેચ દરમ્યાન સોશ્યલ મીડિયા પર ફોટો શેયર કર્યો હતો. જે પછી એકવાર ફરી લોકોએ આ ફોટોને લઇને કોમેન્ટ કરવાની શરૂ કરી દીધી હતી. તમને જણાવી દઇએ કે પહેલીવાર એવું નથી થયું કે જયારે ટવીટર પર લોકોએ તેનો મજાક ઉડાડયો છે. આ પહેલા પણ ઘણીવાર લોકોએ તેની મજાક ઉડાવી ચુકયા છે.

સાનિયા મિર્ઝાએ પરમદિવસે મેચ દરમ્યાન જયારે રૈના બેટીંગ કરતો હતો, ત્યારની ફોટો શેયર કરી હતી. આ ફોટોનો શેયર કરતા તેને લખ્યું કે, કોમ ઓન બોયઝ, મુઝે કહને મેં કોઇ ભી દિકકત નહીં હૈ કિ ઇસ ઘર મેં સિર્ફ સ્પોર્ટસ હી દેખા જાતા હૈ, તેની આ ટવીટ પછી એક પછી એક ટવીટ શરૂ થઇ ગઇ.