આ રીતે ઘરે બનાવો ‘સોલ્ટેડ જીરા કુકીઝ’

07 Nov, 2016

સામગ્રી
150 ગ્રામ બટર
250 ગ્રામ મેંદો
પાંચ ગ્રામ મીઠું
બે ચમચી મલાઈ
થોડું પાણી અથવા દૂધ
ચાર ટેબલ-સ્પૂન જીરું
બે ટેબલ-સ્પૂન ઑઇલ

પૂર્વ તૈયારી
બટરને રૂમ-ટેમ્પરેચર પર લાવી રાખવું
જીરું શેકીને અધકચરું દળી રાખવું

રીત
સૌ પ્રથમ મેંદો લઇને જોઈતું પાણી કે દૂધ ઉમેરીને થોડો કઠણ લોટ બાંધી દો. લોટને થોડીવાર ઢાંકી રાખો. હવે વણવાના પાટલા પર થોડો મેંદો ભભરાવીને જાડો રોટલો વણી લો. હવે એના પર દળેલું જીરું ભભરાવો અને ફરી પાછું રોટલા પર એક વેલણ મારો જેથી જીરું ચોંટી જાય. હવે એના પર થોડું ઓઇલ લગાવી દો અને મનગમતા શેપ આપી પ્રી-હીટેડ અવનમાં 170 ડિગ્રી પર આશરે વીસેક મિનિટ સુધી બેક થવા દો. રેડી થયેલી કુકીઝને એરટાઇટ બરણીમાં ભરી દો.