જો તમે વધુ પડતું નમક ખાતા હસો તો તમારું મોટ થઇ શકે છે જાણો કેવી રીતે ?

04 Jul, 2018

નમક આપણા ભોજનનો સ્વાદ તો વધારે છે, પણ તેની માત્રા જો વધારે થઈ જાય તો.... એ આરોગ્ય પર ભભરાવી શકે છે રોગને. આ માટે આરોગ્યપ્રદ રહેવા માટે ખાવામાં નમકની માત્રા સીમિત હોવી જરૂરી છે. પ્રાકૃતિક નમક ઓછામાં ઓછા પચ્ચીસ પ્રકાર ના હોય છે જેમાં ચૂનો, આયોડીન, ગંધક, કૈલ્શિયમ, ફોસ્ફરસ, ક્વોરિન તેના મુખ્ય રૂપે છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી છે. આ બધું આપણને દરેક પ્રકારના લીલા શાકભાજીથી પ્રાપ્ત થાય છે. આ માટે અપ્રાકૃતિક બહારી નમક ઓછું ખાવો. આવો જાણીએ હદથી વધારે નમક ખાવાથી કેવા પરિણામ આવે છે..... - વધારે નમક અનિદ્રા રોગોને વધારો કરે છે. - સીમિત માત્રાથી વધારે નમક ખાવાથી વારંવાર ઝાડા થઈ જાય છે. - બલ્ડપ્રેશરની સમસ્યા આવશ્યકતાથી વધારે નમક ખાવાથી થઈ શકે છે. - ગર્ભાવસ્થામાં વધારે નમકનું સેવન ખતરનાક સાબિત થઈ શકે છે. - વધારે નમક ખાવાથી જાડા થવાય છે. - નમક વધારે ખાવાથી ઓછી ઉમરમાં જ તાલ પડી શકે છે. - જરૂરીયાતથી વધારે નમક ખાવાથી ત્વચા રોગો થાવાથી ખતરો પણ બની શકે છે. - લોહીનો બગાડ પણ કરે છે. 
 

 
આહારમાં નમક (સોડિયમ)નું વધારે પડતું સેવન કરવાથી મૃત્યુનું જોખમ વધી જાય છે. શરીરમાં સોડિયમની માત્રા માપવાનું કામ ખુબ જ મુશ્કેલી ભર્યું છે. કેમ તે છુપાયેલું હોય છે અને તમે જાણી શકતા નથી કે કેટલું સેવન કરી રહ્યા છો. જેના કારણે વધારે પડતું સેવન કરવાની સંભાવના વધી જાય છે.
 
શરીરમાં સોડિયમ માપવાની અનેક રીત છે, પરંતુ યૂરિન (પેશાબ)ના સેમ્પલ દ્વારા તેને સારી રીતે માપી શકાય છે. ચોક્કસ પરિણામ મેળવવા માટે અનેક વખત ટેસ્ટ કરવો જરૂરી છે. શરીરમાં સોડિયમની માત્રાને એક સ્પોટ ટેસ્ટ કરીને માપી શકાય છે. તેનાથી એ જાણી શકાય છે કે કોઈ વ્યક્તિના યૂરીનમાં કેટલું નમક છે. દિવસ દરમિયાન યૂરીનમાં સોડિયનના સ્તરમાં વધારો-ઘટાડો થઈ શકે છે. એટલા માટે ચોક્કસ પરિણામ પર પહોંચવા માટે કોઈ વ્યક્તિના 24 કલાકના યૂરિનના નમૂના લેવા જોઈએ.
 

 
દરેક દિવસ સોડિયમનું સેવન બદલાય છે, એટલે માટે કેટલાક દિવસો સુધી ટેસ્ટ કરવું જરૂરી છે. આ રિસર્ચમાં હાઈપરટેંશનને રોકવા માટે ભાગ લીધો હોય તેવા 3000 દર્દીઓના પરિણામોનું સંકલન કરવામાં આવ્યું. જેમાં સોડિયમના સેવનમાં વધારો અકસ્માત મૃત્યુ સાથે સીધો સંબંધ જોવા મળ્યો.