બૉલીવુડના એક્ટરે ઉપાડ્યો હતો ડો. હાથીનો બીમારીનો ખર્ચ , નામ જાણી ને નવાઈ લાગશે

14 Jul, 2018

 ડો. હાથીના નામથી જાણીતા ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ કવિ કુમાર આઝાદનું 9 જુલાઈના રોજ નિધન થઈ ગયું. 

8 વર્ષ પહેલા ડો. હાથીએ પોતાની બેરિએટ્રિક સર્જરી કરાવી હતી. આ સર્જરી ડો. મુફી લાકડાવાલાએ મફતમાં કરી હતી. આ ઉપરાંત ડો. હાથીના વધુ એક શુભચિંતક હતો સલમાન ખાન. તેણે ડો. હાથીની દવાઓ, ઓપરેશન થિયેટર અને રૂમનો ખર્ચ ઉઠાવ્યો હતો.
 

ડો. હાથીની આર્થિક સ્થિતિ તે સમયે સારી નહોતી. તે સમયે સલમાને તેમને સાથ આપ્યો હતો.પહેલા તે 265 કિલોના હતા અને તેમને 10 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. સર્જરી બાદ ડો. હાથીનું વજન 140 કિલો ઘટ્યું હતું.