શ્રીદેવના પાર્થિવ દેહને જોઇ સલમાન ખાન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો

28 Feb, 2018

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવીના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાશે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે સેલિબ્રેશન સ્પોર્ટસ કલબમાં મુકાયો છે. ૧૨.૩૦ વાગ્યા સુધી શ્રીદેવીની અંતિમ વિદાય અપાશે. ત્યારબાદ અંતિમ યાત્રા શરૂ થશે અને ૩.૩૦ વાગ્યે એસ.વી. રોડ સ્થિત વિલેપાર્લે વેસ્ટ સેવા સમાજ સ્મશાન ઘાટ પર અંત્યેષ્ટિ થશે.
કહેવાય છે કે શ્રીદેવીના મૃતદેહને જોઇ સલમાન ખાન પોતાના પર કાબૂ રાખી શકયો નહીં અને રડવા લાગ્યો. સલમાન જ નહીં પરંતુ આજે શ્રીદેવીના કરોડો પ્રશંકોની આંખો ભીની થઇ ગઇ છે અને તે પોતાની હિરોઇનને અલવિદા કહી રહ્યાં છે.

મંગળવારની રાત્રે અંદાજે 9:30 વાગ્યે બોની અને અર્જુન સહિત કપૂર પરિવારના બીજા સભ્યો શ્રીદેવીના મૃતદેહને લેવા દુબઇથી મુંબઇ પહોંચ્યા. શ્રીદેવીનો મૃતદેહ અનિલ અંબાણીના પ્રાઇવેટ જેટથી લવાયો અને પોતાની પત્ની ટીના અંબાણીની સાથે અનિલ પણ મુંબઇ એરપોર્ટ પર હાજર રહ્યાં હતા. એકટર અને શ્રીદેવીના દિયર અનિલ કપૂર પણ પોતાની ભાભીના નશ્વર દેહને લેવા મુંબઇ એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર હજારો પ્રશંસકોની ભીડ ઉમટી હતી.

શ્રીદેવીની દીકરીઓ ખુશી, જાહ્નવી, બોની કપૂર, સહિત કપૂર અને અય્યપ્પન પરિવારોની તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદનમાં મીડિયાને તેની સંવેદનશીલતા અને ભાવુક ક્ષણોમાં સમર્થન આપવા માટે આભાર માન્યો. તેમાં કહ્યું છે કે શુભચિંતક સેલિબ્રેશન સ્પોર્ટસ કલબ, ગાર્ડ નંબર-5, લોખંડવાલા પરિસર, અંધેરી પશ્ચિમમાં સવારે 9:30 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી પોતાની સંવેદના વ્યકત કરી શકે છે. પરિવારે કહ્યું કે મીડિયા પર પોતાનું સમ્માન વ્યક્ત કરી શકે છે. ચોક્કસ કેમેરા, રેકોર્ડિંગ સાધનો વગેરે સંબંધિત સ્થળથી બહાર રાખવામાં આવે.

ભારતીય સિનેમાની પહેલી મહિલા સુપરસ્ટાર કહેવાતી દિગ્ગજ અભિનેત્રી 54 વર્ષની શ્રીદેવીનું નિધન ગયા શનિવારના રોજ રાત્રે દુબઇની એક હોટલમાં આકસ્મિક રીતે બાથટબમાં ડૂબવાથી થયું હતું. તેઓ પોતાના પરિવારની સાથે અહીં બોની કપૂરના ભાણિયાના લગ્નમાં સામેલ થવા ગયા હતા.

લગ્ન સમારંભના બે દિવસ બાદ આ અકસ્માત થયો. જરૂરી કાયદાકીય કાર્યવાહીઓને પૂરી કરવા અને તપાસ થવાના લીધે શ્રીદેવીનો નશ્વર દેહ 3 દિવસ બાદ દુબઇથી મુંબઇ પહોંચ્યો. બોલિવુડ ફિલ્મો ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘નગીના’, ‘સદમા’, ‘ચાંદની’, અને ‘ખુદા ગ્વાહ’માં પોતાના દમદાર અભિનયથી લોકપ્રિય થયેલ શ્રીદેવીએ 2012માં ‘ઇંગ્લિશ વિંગ્લિશ’થી શાનદાર કમબેક કર્યું હતું.