વિરોધના કારણે સલમાન ખાને બદલી નાખ્યું લવરાત્રિ ફિલ્મનું નામ : જાણો હવે કયાં નામે રીલીઝ થશે...

19 Sep, 2018

 સલમાન ખાનની ફિલ્મ ‘લવરાત્રિ’નું નામ બદલીને ‘લવયાત્રી’ કરી દેવામાં આવ્યું છે. મેકર્સે ફિલ્મને વિવાદોથી બચાવવા આવુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મનું નામ ‘નવરાત્રિ’નાં તહેવારથી મળતુ રાખવામાં આવ્યું હતુ. ફિલ્મની થીમ અને વાર્તા સાથે આ નામ સૂટ કરી રહ્યું હતુ. જો કે ઘણા લોકોએ આ ફિલ્મનાં નામ સામે વાંધો ઉઠાવ્યો હતો.


જ્યારે ‘લવરાત્રિ’નું ટ્રેલર રીલીઝ થયું ત્યારે પણ વિરોધ થયો હતો. આગરાનાં એક હિંદૂ સંગઠને ફિલ્મનાં ટાઇટલ પર આપત્તિ દર્શાવી હતી અને વિરોધ કર્યો હતો. ફિલ્મનાં પોસ્ટર પણ સળગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક વકીલે બિહારની કૉર્ટમાં ફિલ્મનાં ટાઇટલને લઇને ફરીયાદ નોંધાવી હતી.
 
 

 

ફરીયાદી સુધીર કુમાર ઓઝાનો આરોપ હતો કે ફિલ્મનું ટાઇટલ લવરાત્રિ હિંદૂઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. વિવાદથી બચવા માટે સલમાન ખાને નામ બદલવુ જ યોગ્ય સમજ્યું છે. મંગળવાર રાત્રે ફિલ્મનું નવુ પોસ્ટર લૉન્ચ કરવામાં આવ્યું છે.