પ્રિયંકાએ ‘ભારત’ છોડવા પર ગુસ્સે થયેલો સલમાન, લીધો એવો નિર્ણય જાણીને ડરી જશે દેશી ગર્લ

28 Jul, 2018

 ફિલ્મ ભારતથી જોડાયેલા સુત્રોએ જણાવ્યું છે કે સલમાન ખાને પ્રિયંકા ચોપડાના આ નિર્ણયથી હેરાન રહી ગયો છે. તેમણે ભરોસો નથી આવતો કે પ્રિયંકાએ અચાનક આટલો મોટો નિર્ણય લઇ લીધો. સુત્રોએ જણાવ્યું કે સલમાન ખાન દેશી ગર્લના આ નિર્ણયથી ગુસ્સે ભરાયો છે તેમણે પ્રિયંકાની સાથે બીજીવાર કામ ન કરવાનો નિર્ણય લીધો છે.

પ્રિયંકા અને સલમાનના સંબંધ કયારેય પણ સારા રહયા ન હતા. બંનેએ એક સાથે થોડીક ફિલ્મોમાં કામ જરૂર કર્યું છે પંતુ તેમની વચ્ચે હંમેશા કોલ્ડ વોર ચાલતી રહી છે. ફિલ્મ ભારતમાં પણ પ્રિયંકા ચોપડાને અર્પિતાને કારણે લેવામાં આવી હતી. બંને એકબીજાની સાથે ઘણો સારો સંબંધ ધરાવે છે.

જયારે અર્પિતાએ ભાઇજાનને ભારત માટે પ્રિયંકાનું નામ સુચવ્યું તો તે પોતે પણ ઇન્કાર ન કરી શકયો. સાથે જ સલમાન પોતે પણ બધી વાત ભુલાવીને નવી શરૂઆત કરવા ઇચ્છતો હતો. હાલમાં હવે ખબર છે કે ફિલ્મમાં પ્રિયંકાની જગ્યા કૈટરીના કેફ લઇ લેશે.

ત્યાં પ્રિયંકાના નજીકના સુત્રોએ જણાવ્યું કે એકટ્રેસનું ભારત છોડવાનું કારણ છે. તેમના અનુસાર પ્રિયંકા ફિલ્મમાં પોતાના અભિનય અને સ્કીન સ્પેસથી ખુશ ન હતી. ફિલ્મમાં બીજા પણ ઘણા પાત્ર હોવાને કારણે તેમણે લાગ્યું કે તેને ઘણી ઓછી સ્ક્રીન સ્પેસ મળી રહી છે. આ પ્રિયંકાની કમબેક ફિલ્મ હતી આ માટે તે પોતાના માટે વધારે સ્ક્રીન સ્પેસ ઇચ્છતી હતી. આ કારણ છે કે તેમણે ફિલ્મથી પોતાનું મોં ફેરવી લીધું.