લંડનમાં શરૂ થયું Bharatનું શુટીંગ, ફિલ્મમાં ૧૮ વર્ષનો દેખાશે સલમાન

20 Feb, 2018

 બોલીવુડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટાઇગર જિંદા હૈ બોકસ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને કમાણીના નવા કિર્તીમાન બનાવી જાય છે. આ અપાર સફળતા પછી સલમાન ખાન, અતુલ અગ્નિહોત્રીના પ્રોડકશનમાં બનવા જઇ રહેલી ફિલ્મ ભારત પર ફોકસ કરશે આ ફિલ્મ ઘણા કારણોથી ખાસ હશે.

અલી અબ્બાસ જફરના નિર્દેશનમાં બનાવવાળી આ ફિલ્મમાં સૌથી ખાસ હશે સલમાન ખાનનો રોલ. આ ફિલ્મમાં સલમાન ખાન એક એવા શખ્સનો રોલ નિભાવશે, જેનો ૧૮ થી લઇને ૭૦ વર્ષ સુધીનો સફર તય કરશે. આ ફિલ્મ માટે સલમાન ખાનને ૧૮ વર્ષનો બતાડવામાં આવશે.
જો તમે વિચારી રહયા છો કે ૫૨ વર્ષના સલમાનને ૧૮ વર્ષનો કેવી રીતે બતાડવામાં આવશે. તો આ માટે એક ખાસ ટેકનીકનો ઉપયોગ થશે. કોરીયન ફિલ્મ ઓડ ટુ માય ફાધરની હિંદી રીમેક ભારતમાં સલમાનની ઉંમર ઓછી કરવામાં આવશે એઇજ રિડકશન ટેકનીકથી. આ ફિલ્મમાં સલમાનનો લુક તેની ફિલ્મ મૈંને પ્યાર કિયા જેવો યંગ હશે.
નિર્દેશક અલી અબ્બાસ જફરે સુપરસ્ટાર સલમાન ખાન અભિનીત પોતાની આગામી ફિલ્મ ભારત પર કામ શરૂ કરી દીધુ છે. જફરે સોમવારે ટવીટ કર્યું, ઠિઠુરતે લંડનમાં ભારત પર કામ શરૂ, થોડાક દિવસ અહીં રહીશું. આપણા બધા પર ભગવાની કૃપા રહે. ભારત વર્ષ ૨૦૧૪ની દક્ષિણ કોરીયાઇ ફિલ્મ ઓડ ટુ માઇ ફાધર ના એક આધિકારીક રૂપાંતર છે. જાણવા મળ્યું છે કે શુટીંગ અબુ ધાબી, સ્પેન, પંજાબ અને દિલ્હીમાં થશે.