પીએમ મોદી થાક્યા વિના કેવી રીતે કરે છે 18 કલાક કામ?

04 Jun, 2018

પીએમ મોદીની સંયમિત અને અનુશાસનવાળી જીવનશૈલી

મોદીની આ ઉર્જાની પાછળ કારણ છે પીએમ મોદીની સંયમિત અને અનુશાસનવાળી જીવનશૈલી. જેના કારણે ઉંમરની આ અવસ્થામાં પણ તે ફિટ છે અને તેના કારણે જ હિટ પણ છે. પીએમની ફિટનેસ વિશે તેમના યોગ ગુરુ એચ આર નાગેન્દ્રએ ખુલીને વાત કરી હતી. તેમણે ગયા વર્ષે મોદી વિશે ઘણી વાતો એક ઈવેન્ટમાં સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
પીએમના યોગ ગુરુ એચ આર નાગેન્દ્રએ કહ્યુ કે પીએમ મોદીની લાઈફ ઘણા નિયમોથી ચાલે છે જેના કારણે તે સ્વસ્થ રહે છે. મોદી કર્મ યોગી છે જેના કારણે તે થાક્યા વિના પોતાના કામ ખૂબ સરમ રીતે કરી શકે છે. યોગુ ગુરુએ કહ્યુ હતુ કે તેમણે 1990 ના દશકમાં મોદીને યોગ શીખવાડ્યા હતા અને ત્યારબાદ તે સતત યોગ કરી રહ્યા છે. સમય બદલાઈ ગયો પણ મોદીનો નિયમ નથી બદલાયો.
યોગ ગુરુએ કહ્યુ હતુ કે પીએમ મોદી શરદી હોય કે ગરમી કે પછી વરસાદ હોય સવારે યોગ જરૂર કરે છે. જેના કારણે તે તણાવમુક્ત રહે છે અને પોતાના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.