અમદાવાદના રિવરફ્રન્ટ પર લગાવવામાં આવશે સ્ટીલનો સૌથી લાંબો ચરખો

04 Jun, 2018

દિલ્હી એરપોર્ટ પર વિશ્વનો સૌથી લાંબો લાકડાનો ચરખો લગાવ્યા બાદ ખાદી અને ગ્રામોદ્યોગ કમિશને (KVIC) રિવરફ્રન્ટ પર સ્ટીલનો સૌથી લાંબો ચરખો લગાવવાનું કામ શરૂ કરી દીધું છે. સ્ટીલનો ચરખો બનાવવાનું કામ ગયા શનિવારથી જ શરૂ થઈ ગયું છે. આ ચરખો સાબરમતી આશ્રમની એકદમ સામે લગાવવામાં આવશે. મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ પર આ ચરખો સમર્પિત કરવામાં આવશે.