ધોનીની પત્નીએ કર્યો એવો ડાન્સ કે બોલીવુડની બધી હીરોઇન તેની સામે પાણી ભરવા લાગશે

21 Jul, 2018

 પૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં તે ગ્રુપ ડાંસ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન ધોની પણ ત્યાં હાજર જોવા મળે છે. ‘મેરે ખ્વાબોં મે જો આયે’ ગીત પર ડાંસનો આ વિડીયો પૂર્ણા પટેલની સંગીત સેરેમનીનો છે. પૂર્ણા પટેલ ધોનીની પત્ની સાક્ષીની સારી મિત્ર છે. તેઓ બંને સ્ટેડિયમ સહિત ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા છે.

 

 
 
 

Another Video of Sakshi Bhabhi Dance in Sangeet Ceremony ! ❤😍

A post shared by 💜 RANCHI BIGGEST FAN CLUB 💜 (@maahi7.7.8.1) on

 

 

 

 

 

 

સોનેરી રંગનાં લહેંગામાં સાક્ષી ઘણી જ સુંદર લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે એમએસ ધોની અને સાક્ષી હાલમાં જ પૂર્ણ થયેલી વનડે સીરીઝ પછી ઇંગ્લેન્ડથી પરત ફર્યા છે. ત્યારબાદ તેમણે પૂર્ણા પટેલનાં ફંક્શનમાં ભાગ લીધો હતો. અહી તેમની દીકરી ઝિવા, ક્રિકેટર યુવરાજ સિંહ અને ઝહીર ખાન સહિત ઘણી જાણીતી હસ્તીઓ હાજર રહી હતી.

કૉંગ્રેસ નેતા પ્રફુલ પટેલની દીકરી પૂર્ણા પટેલનાં લગ્ન નમિત સોની સાથે થઇ રહ્યા છે.