સૈફ અલી ખાન વિશે આવ્યા ખરાબ સમાચાર, સાંભળીને કરીનાને લાગી શકે છે આઘાત

23 Jul, 2018

 કયારેક ચોથા ખાન કહેવાવાળા સૈફ અલી ખાનની સ્થિતિ ડામાડોળ છે. છેલ્લા ચાર વર્ષથી તેની કેરીયર લગાતાર ઢળતી જાય છે અને આજે હાલત એ બની ગઇ છે કે નિર્માતા તેના પર દાવ લગાડવા રાજી નથી. તે સૈફના નામ પર રાજી પણ થાય છે તો તેની મોં માંગેલી ફી દેવા નથી ઇચ્છતા. તેને લાગે છે કે સૈફ બોકસ ઓફિસથી રૂપિયા કમાઇ આપી શકે તેવી સ્થિતિમાં નથી.

હાલમાં સૈફ એક ચર્ચિત વેબસીરીઝમાં આવેલી પરંતુ તેનાથી પણ તેની લોકપ્રિયતામાં સુધાર નથી થયો. આ કારણ છે કે છેલ્લા દિવસો નિર્દેશક શિવમ શાયરની આગલી ફિલ્મ માટે નિર્માતા સૈફના નામ પર તૈયાર ન થયા. બોકસ ઓફિસ પર સફળ નામ શબાનાના નિર્દેશક શિવમ નાયરએ છેલ્લા વર્ષે ઉઝમા ખાનની બાયોપિક બનાવવાની ઘોષણા કરી હતી.

ચર્ચા છે કે તેને આા ફિલ્મમાં એક મહત્વ રોલ માટે સૈફની સાથે વાત કરી હતી. ઉઝમાથી એક પાકિસ્તાનીએ દગાથી લગ્ન કરી લીધા હતા અને બંધુકના નાળચે પોતાના દેશમાં બંધક બનાવી રાખી હતી. સૈફને ફિલ્મમાં ભારતીય ઉચ્ચાયોગમાં કામ કરવાવાળા અધિકારીનો રોલ આપી દીધો હતો.

બતાવામાં આવ્યું છે કે સૈફની રોલમાં રસપ્રદ હતી પરંતુ નિર્માતા તેના નામ પર સહમત ન હતા. સુત્રો અનુસાર નિર્માતા સૈફને તેની માર્કેટ પ્રાઇઝ દેવા માટે તૈયાર ન હતા કેમ કે આજુ એક પછી એક તેની ફિલ્મો ફલોપ જઇ રહી છે. સૌથી વધુ ખરાબ હાલ તેની છેલ્લી બે ફિલ્મો શૈફ અને કાલાકાંડીનો થયો. જેને ઓપનિંગ સુધી ન લાગી. ઉઝમાની બાયોપિક માટે ઇલિયાના ડિક્રુઝને ફાઇનલ કરવામાં આવી છે. લીડ એકટરની હજુ પણ શોધ ચાલુ છે.