કરિના કપૂરે પતિ સૈફના 48માં જન્મદિવસની આપી પાર્ટી

16 Aug, 2018

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનનો 16 ઓગસ્ટના રોજ 48મો જન્મદિવસ છે. સૈફની પત્ની કરિના કપૂરે જન્મદિવસની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં પરિવારના સભ્યો તથા ક્લોઝ ફ્રેન્ડ્સ હાજર રહ્યાં હતાં. કરિનાએ સાવકા સંતાનો સારા અલી ખાન તથા ઈબ્રાહિમને પણ બોલાવ્યા હતાં. બંને સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળ્યાં હતાં. સૈફની બહેન સોહા અલી ખાન તથા કુનાલ ખેમુ પણ આવ્યા હતાં.


કપૂર પરિવાર પણ આવ્યોઃ
કરિશ્મા કપૂર, કુનાલ કપૂર પુત્ર ઝહાન પૃથ્વીરાજ કપૂર સાથે આવ્યો હતો. સારા અલી ખાને 15 ઓગસ્ટના રોજ ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની પહેલી પોસ્ટમાં રવિન્દ્રનાથ ટાગોરનું સુવાક્ય શૅર કર્યું હતું. ત્યારબાદ તેણે પાપા સૈફની કેકની તસવીર શૅર કરી હતી.