ઘર બેઠા વધેલી રોટલી ના પિત્ઝા કેવી રીતે બની શકે ચાલો જાણીયે ને બનાવી ને એન્જોય કરીયે

20 Jul, 2018

સવારે કે સાંજે વધેલી રોટલીની આપણે ઘણી જુદી જુદી વાનગી બનાવીએ છીએ જેમ કે તેને વઘારીને ખાઈએ છીએ કે પછી તેના લાડુ બનાવીએ છીએ.

 
1 ચમચી – માખણ
1 નંગ રોટલી
4 ચમચી – પીઝા સોસ
1/2 નંગ – કેપ્સિકમ (સમારેલા)
1/2 નંગ – ડુંગળી (સમારેલા)
1/2 કપ – મોઝરેલા ચીઝ
1 ચમચી – ચીલી ફ્લેક્સ
1/2 કપ – મકાઇના દાણા
1/2 કપ – ઓલિવ્સ
 
સૌ પ્રથમ એક તવા પર માખણ ગરમ કરી તેની પર રોટલી ગરમ કરો. રોટલીની નીચેની સાઇડ કડક થાય એટલે ગેસ બંધ કરી દો અને તરત જ તેના પર પિઝ્ઝા સોસ લગાવો. ત્યાર બાદ તેના પર  કેપ્સિકમ, ડુંગળી, મકાઇના દાણા, ઓલિવ્સ પાથરો અને ઉપરથી મોઝરેલા ચીઝને છીણીને પાથરો.
 
જો તવો ઠરી ગયો હોય તો ફરી ગેસ ચાલુ કરો 2-3 મિનિટ સુધી તેને ઢાકી દો. ચીઝ મેલ્ટ થઈ ગયું હશે હવે તરત જ ગેસ બંધ કરી તવા પરથી નીચે ઉતારી લો. તેના પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્વાદ મુજબ નાખીને સર્વ કરો ટોસ્ટી અને યમ્મી રોટલી પીઝ્ઝા