દ્રૌપદીએ સત્યભામાને રોમાંચક જિંદગી માટે ક્યાં ક્યાં સેક્સ સીક્રેટ્સ કહ્યા હતા

30 Jun, 2018

એક વાર ભગવાન શ્રી કૃષ્ણ યાદવો સાથે અને પોતાની પત્ની સત્યભામા સાથે દેવોતાયાન આશ્રમે પહોંચ્યા, ત્યાં ઋષિ માર્કણ્ડેય પણ મોજૂદ હતાં. સત્યભામાએ જોયું કે દ્રૌપદી કેવી રીતે પોતાનાં પાંચેય પતિઓનો પ્રેમ અને સારી રીતે ધ્યાન રાખી રહી છે. પાંચ પતિઓની પત્ની હોવા છતાં પણ દ્રૌપદી કેવી રીતે પાંચેય પતિઓ સાથે એક સરખુ વ્યવહાર કરી રહ્યા છે. આ બધુ જોઈને સત્યભામાએ દ્રૌપદી પાસે ખુશહાલ દામ્પત્ય જીવન જીવવાનાં રહસ્યો પૂછ્યા હતાં. પરિવારમાં સુખ અને શાંતિ જળવાઈ રહે, તેનાં માટે મહાભારતમાં દ્રૌપદીએ ભગવાન કૃષ્ણનાં પત્ની સત્યભામાને ખાસ રીતો જણાવી હતી. દ્રૌપદીએ સત્યભામાને બતાવ્યુ હતું કે કઈ રીતે કોઈ સ્ત્રી પોતાનાં પતિને હંમેશા પ્રસન્ન રાખી શકે છે.

 
દ્રૌપદી કહે છે કે પતિને વશમાં કરવાની કોશિશ નહીં કરવી જોઇએ. કેટલી સ્ત્રીઓ પતિને વશમાં કરવા માટે તંત્ર-મંત્ર, ઔષધિ વગેરેનો ઉપયોગ કરે છે કે જે ન કરવો જોઇએ. આવું કરતાં જો પતિને ખબર પડી જાય, તો સંબંધો બગડી શકે છે.
 
જે સમજુ સ્ત્રીઓ હોય છે, તેઓ પોતાનાં પરિવારનાં તમામ સંબંધોની સમ્પૂર્ણ માહિતી ધરાવે છે, કારણ કે એક પણ સંબંધ ભૂલાઈ ગયો, તો તે સંબંધ પારિવારિક સંબંધો બગાડી શકે છે
 
સુખી વૈવાહિક જીવન માટે સ્ત્રીએ ખરાબ ચારિત્ર્ય ધરાવતી સ્ત્રીઓથી દૂર જ રહેવું જોઇએ. ખોટુ આચરણ કરનાર સ્ત્રીઓ સાથે મૈત્રી કે મેળ-મેળાપ થતા આપણા જીવનમાં પરેશાનીઓ વધી જાય છે.
 

 
સ્ત્રીઓએ ક્યારેય પણ એવી કોઈ વાત ન કહેવી જોઇએ કે જેથી કોઈનું અપમાન થતું હોય. દ્રૌપદી કહે છે, ‘હું પાંડવ પરિવારનાં તમામ સભ્યોનું સમ્પૂર્ણ સન્માન કરુ છું.'
 
કોઈ પણ કામ માટે આળસ ન કરવી જોઇએ. જે પણ કામ હોય, તેને સમય બગાડ્યા વગર પૂર્ણ કરવું જોઇએ. આવું કરતા પતિ અને પત્ની વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે.
 
દ્રૌપદી સત્યભામાને કહે છે કે સ્ત્રીએ વારંવાર દરવાજે કે બારીએ ઊભા નહીં રહેવું જોએ. આવું કરનાર સ્ત્રીઓની છબિ સમાજમાં ખરડાય છે.