ઘરમાં બાળ ગોપાળની મૂર્તિ સાથે રાખો મોરપીંછ, વાંસળી અને ગાય સહિતની 7 વસ્તુઓ, વધી શકે છે સુખ-સમૃદ્ધિ

29 Jul, 2018

 ઘરના મંદિરમાં બાળ ગોપાળની મૂર્તિ રાખી હોય તો પૂજા કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ ઘરના મંદિરમાં બાળ ગોપાળની સાથે કેટલીક જરૂરી વસ્તુઓ રાખશો તો પૂજા જલદી સફળ થઈ શકે છે. સાથે જ શ્રીકૃષ્ણની કૃપાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ વધી શકે છે.

મોરનું પીંછું
ભગવાન શ્રીકૃષ્ણ કાયમ જ પોતાના માથા પર મોરપીંછ લગાવે છે. એટલે તમારા ઘરના મંદિરમાં મૂર્તિની સાથે મોરપીંછ જરૂર રાખો.
 
ગાય
મહાભારત મુજબ શ્રીકૃષ્ણનું બાળપણ ગાયોની વચ્ચે પસાર થયું છે. ભગવાનને ગાય પ્રત્યે વિશેષ લાગણી છે, એટલે બાળ ગોપાળની સાથે ગાયની નાનકડી મૂર્તિ પણ રાખવી જોઈએ.
 
વાંસળી
વાંસળી શ્રીકૃષ્ણની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક છે. વાંસળી કાયમ તેમની સાથે હોય છે, તેથી બાળ ગોપાળની સાથે જ નાનકડી વાંસળી પણ જરૂર રાખો.
 
વૈજયંતી માળા
શ્રીકૃષ્ણ કાયમ ગળામાં એક ખાસ માળા પહેરે છે, જેને વૈજયંતી માળા કહેવામાં આવે છે. આ માળા આપણે પણ આપણાં ઘરના મંદિરમાં રાખવી જોઈએ.
 
માખણ-શાકર
ભગવાનનું એક નામ માખણચોર પણ છે કારણ કે, તે બાળપણમાં મિત્રો સાથે માખણ ચોરીને ખાતા હતા. શ્રીકૃષ્ણને રોજ માખણ-શાકરનો પ્રસાદ ધરાવો જોઈએ.
 

 
પીળા વસ્ત્ર
બાળ ગોપાળને પીળા અને ચમકદાર વસ્ત્ર પહેરાવવા જોઈએ. શ્રીકૃષ્ણને પીતાંબરધારી પણ કહેવામાં આવે છે કારણ કે તે કાયમ પીળા રંગના કપડાં પહેરતાં હતાં.
 
દક્ષિણાવર્તી શંખ
ઘરના મંદિરમાં રોજ સવારે દક્ષિણાવર્તી શંખમાં જળ અને દૂધ નાખીને શ્રીકૃષ્ણનો અભિષેક કરવો જોઈએ. તેમજ આ શંખ પણ મંદિરમાં જરૂર રાખવો જોઈએ.