ક્રિકેટર રિષભ પંત પર આવી ગયું આ બોલિવૂડ એક્ટ્રેસનું દિલ

27 Jul, 2018

 ક્રિકેટ અને બોલિવૂડનું કનેક્શન ખૂબ જુનું છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા, ત્યાર બાદ ઝહીર ખાન અને સાગરિકા ઘાટકે લગ્નના બંધનમાં બંધાયા. યુવા ઓલરાઉન્ટર હાર્દિક પંડ્યા બોલિવૂડ એકટ્રેસ સાથે રિલેશનશિપને કારણે ચર્ચામાં રહે છે. હવે આ લિસ્ટમાં વધુ એક ક્રિકેટરનું નામ જોઈ રહ્યું છે તે છે રિષભ પંત.

મીડિયા રિપોર્ટસ અનુસાર બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહેલી એક્ટ્રેસ સારા અલી ખાનનું દિલ આ યુવા વિકેટકીપર પર આવી ગયું છે. પિષભએ આઈપીએલ 2018માં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું અને સૌથી વધુ રન બનાવનારા ખેલાડીમાં તે બીજા સ્થાન પર હતો.

 

 

આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રિષભ પંત રમી રહ્યો હતો. દિલ્હીની મેચ દરમિયાન અનેક વખત સારા અલી ખાન સ્ટેડિયમમાં જોવા મળી હતી. આ ઉપરાંત બંનેને ઘણી વખત સાથે સ્પોટ પણ કરવામાં આવ્યા છે. ભારતના પૂર્વ ક્રિકેટર નવાબ પટૌડીની પૌત્રી અને એક્ટર સૈફ અલી ખાનની દીકરી સારા ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની અપોઝિટ સુશાંત સિંહ રાજપૂત જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે.