ઘરે આસાની થી બનાવો આ એક ચૂર્ણ જે ડાયાબીટીસ ને કરશે છુમંતર

08 Jun, 2018

ત્રિફળા ચૂર્ણ:
ત્રિફળા અર્થાત્ હરડે, બહેડા અને આમળાનું મધુર મિલન છે જે સ્વાસ્થ્યને અલમસ્ત રાખે છે. ત્રિફળા એક એવી આયુર્વેદિક દવા છે જે શરીર ને સાવ બદલી શકે છે. ત્રિફળા ને નિયમિત લેવાથી સ્વશ્ય એકદમ સરસ રહે છે. આખી જિંદગી સ્વસ્થ અને સશક્ત રહેવા માટે ત્રિફળા ચૂર્ણ ખુબજ લાભદાયી છે. ત્રિફળા માત્ર ડાયાબીટીસ જ નહીં પણ નબળા શરીરને એનર્જી પૂરી પાડવા માટે પણ અક્સિર માનવામાં આવે છે તથા કબજિયાત માં પણ લાભદાયી છે. ત્રિફળાને આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી મિશ્રણ અને ઉત્તમ ઔષધી માનવામાં આવે છે.

હરડેઃ હરડેનું આયુર્વેદમાં ખુબજ મહત્વ છે. હરડે ત્રણ મોટી બીમારી વાયુ, પિત્ત અને કફ નો નાશ કરે છે. હરડે ભૂખ લગાડવામાં મદદ કરે છે. હરડે હૃદય અને મગજ માટે ટોનિકની જેમ કામ કરે છે.

આમળાઃ આમળા ખુબજ લાભદાયી હોય છે. તેમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે. તે શરીરને ઇન્ફેક્શનથી દૂર રાખે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તેનાથી શરીરમાં એન્ટી બેક્ટેરિયલ ઉર્જાનો સંચાર થાય છે. આમળા થી માણસ યુવાન રહે છે. તે પાચન માં પણ મા મદદ કરે છે.

બહેડાઃ બહેડા અત્યંત ગુણકારી છે. તે કફદોષનાશક અને કેશવર્ધક હોવાથી વાળને કાળા રાખવામાં મદદ કરે છે. આંખ અને લોહી સંબંધી રોગોમાં લાભકારી છે.