માથામાં પુષ્કળ ખંજવાળ આવે છે અને ડેન્ડ્રફ થાય છે? તો 10 ઉપાય કરી લો

27 Jun, 2018

ચોમાસામાં ભેજને કારણે વાળ બહુ ઊતરે છે અને પુષ્કળ ડેન્ડ્રફ થાય છે. ડેન્ડ્રફ એ વાળ ખરવા અને રૂક્ષ થવા પાછળનું મોટું કારણ છે. એમાંય શિયાળા અને ચોમાસાની સિઝનમાં આ સમસ્યા વધી જાય છે. ગુસ્સો, સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશનને કારણે ત્વચા અને વાળ બન્ને પર સીધી અસર પડે છે. સાથે જ ભોજનમાં જરૂરી પોષક તત્વો ન મળતાં હોય તો પણ વાળ નબળાં થઈ જાય છે. અત્યંત તીખું-તળેલું અને આથાવાળું ખાવાની આદતથી પણ ખોડાની સમસ્યા વકરે છે. જેથી આજે અમે તમને માથામાં ફંગલ ઈન્ફેક્શન અને ડેન્ડ્રફને દૂર કરવાના નુસખાઓ જણાવીશું. જે જડમૂળથી ડેન્ડ્રફ અને ખંજવાળને દૂર કરશે.

–– ADVERTISEMENT ––


ઓલિવ ઓઈલ

ડ્રાય સ્કેલ્પને મોઈશ્ચરાઈઝ કરીને ડેન્ડ્રફથી છુટકારો આપે છે. રાતે ઓઈલ નવશેકું ગરમ કરી માથામાં મસાજ કરો. સવારે શેમ્પૂ કરી લો.


કાળા મરી અને દહીં


આમાં રહેલી એન્ટીફંગલ પ્રોપર્ટી ડેન્ડ્રફ દૂર કરે છે અને માથામાં ઈન્ફેક્શનથી પણ બચાવે છે. એક કપ તાજા દહીંમાં 2 ચમચી કાળા મરીનો પાઉડર મિક્સ કરી માથામાં લગાવો. એક કલાક બાદ શેમ્પૂ કરો.


બેકિંગ સોડા


આ ડેન્ડ્રફ વધારનાર ફંગસને ખતમ કરી માથાની ડેડ સ્કિનને હટાવે છે. શેમ્પૂમાં એક નાની ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને શેમ્પૂ કરો.


નારિયેળ તેલ અને લીંબુ


આ વાળની ચમક વધારવા અને ડેન્ડ્રફના બેક્ટેરિયાને ખતમ કરવામાં મદદ કરે છે. થોડાં નારિયેળ તેલમાં 1 લીંબુનો રસ મિકેસ કરો અને તેને માથામાં લગાવી મસાજ કરો. 1 કલાક બાદ ધોઈ લો.


એલોવેરા

આમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ પ્રોપર્ટી હોય છે જે ડેન્ડ્રફ હટાવવામાં મદદ કરે છે. એલોવેરા જેલ વાળમાં લગાવી મસાજ કરો. 15 મિનિટ બાદ ધોઈ લો.


કડવો લીમડો


આમાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીઈન્ફ્લામેટરી ગુણ ડેન્ડ્રફ દૂર કરે છે. પાણીમાં લીમડાના પાન નાખી ઉકાળો. ઠંડું થયા બાદ તેનાથી માથું ધુઓ.


આદુ અને તલનું તેલ


આદુની એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી ડેન્ડ્રફ કંટ્રોલ કરી વાળનો ગ્રોથ વધારે છે. થોડું તલનું તેલ લઈ તેમાં અડધી ચમચી આદુનો રસ મિક્સ કરી માથામાં લગાવી મસાજ કરો. અડધા કલાક બાદ શેમ્પૂ કરી લો.


તુલસી અને આમળા


તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ પ્રોપર્ટી હોય છે અને આમળા વાળ સિલ્કી અને શાઈની બનાવે છે. 2 નાની ચમચી તુલસીના પાનની પેસ્ટ, આમળા પાઉડર અને પાણી મિક્સ કરો. આ લેપ માથામાં લગાવી અડધા કલાક બાદ ધોઈ લો.


મેથી દાણા


મેથીની એન્ટીફંગલ પ્રોપર્ટી ડેન્ડ્રફને ખતમ કરવામાં મદદ કરે છે. રાતે 2 ચમચી મેથી દાણા પાણીમાં પલાળી સવારે પીસી લો. તેમાં થોડું દહીં મિક્ષ કરી વાળમાં લગાવો અને અડધા કલાક બાદ ધોઈ લો.


મીઠું


મીઠું માથાની ડેડ સ્કિન કાઢવા અને ડેન્ડ્રફ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આંગળીઓના ટેરવામાં થોડું મીઠું લઈ સ્કેલ્પમાં મસાજ કરો. 5 મિનિટ બાદ માથું ધોઈ લો.