અમેઝોન-ફિલપકાર્ટને ટકકર આપશે રિલાયન્સ, જલ્દી આવી રહયું છે સૌથી મોટું ઇ-કોમર્સ પ્લેટફોર્મ

13 Nov, 2018

 ટેલીકોમ સેકટરમાં ધમાલ મચાવ્યા પછી હવે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇ-કોમર્સ સેકટરમાં પ્રવેશ કરવા જઇ રહી છે. રિલાયન્સના રિટેલ સકેટરમાં પ્રવેશ કર્યા પછી દેશમાં કાર્યરત ઇ-કોમર્સ કંપનીઓ જેવી કે અમેઝોન, સ્નેપડીલ, ફિલપકાર્ટ, મિંત્રા વગેરેને ટકકર મળવાની આશા છે.

આ નવા વેન્ચર દ્વારા રિલાયન્સ ૩ કરોડ વેપારીઓને પોતાની સાથે જોડશે. જો કે આ ઓનલાઇન-ઓફલાઇન વેન્ચર હશે, જેના દ્વારા લોકો કોઇપણ રીતના ઉત્પાદન ખરીદી શકશે.
 

સોમવારના મેક ઇન ઉડીસા કોન્કલ્વે-૨૦૧૮ને સંબોધિત કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહયું કે કંપની દુનિયાના સૌથી મોટા ઓનલાઇન-ઓફલાઇન પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે. અંબાણીએ કહયું કે અમે હાઇબ્રિડ, ઓનલાઇન-ટુ-ઓફલાઇન નવા કોમર્સ પ્લેટફોર્મ ક્રિએશનમાં પોતાની ગ્રોથ જોઇએ છીએ.

અંબાણીએ આ કોન્ક્લેવને સંબોધિત કરતા કહયું રિલાયન્સ લોકોની જિંદગીને સરળ બનાવશે અને ઓડિશાની લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેશના એકસેસ માટે કામ કરી રહી છે.

આ માટે કંપની એક નવી વેબસાઇટ અને એપને પણ લોન્ચ કરશે. આ સિવાય એપને જિયોના બધા ફીચર તથા સ્માર્ટફોનમાં પણ નાખવામાં આવશે. દેશભરમાં જીયોના સીમ વેચવાવાળા સેન્ટરને પણ ડીલીવરી માટે પોઇન્ટ બનાવવામાં આવશે. હવે રિલાયન્સ રિટેલ મુંબઇ, પુણે અને બેંગ્લુરૂમાં ટ્રાયલ તરીકે ઇ-કોમર્સ દ્વારા ગ્રોસરી વેચી રહી છે.

આ ઇ-કોમર્સ કંપનીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી જ પટખની દેવાની યોજના પર કામ કરી રહી છે. જેવી રીતે જીયોના લોન્ચિંગ પછી ટેલીકોમ કંપનીઓએ કર્યું હતું.

અલીબાબાના મોડલ પર થશે કામ

રિલાયન્સ ચીની કંપની અલીબાબાના મોડલ જેમ ધમાકા કરવાનું વિચારી રહી છે. પ્લાન મુજબ રિલાયન્સ તે શહેરોમાં પોતાના ઇ-કોમર્સની સુવિધા આપશે જેની વસ્તી પ૦ હજારથી વધારે છે. આ માટે શહેરો તથા ગામડામાં હાજર નાના દુકાનદારોને પણ ભાગીદાર બનાવવામાં આવશે. રિલાયન્સ જીયોના રિટેલર્સને પણ તેમાં ભાગીદારી આપશે.

મળશે તે જ દિવસે ડિલીવરી

રિલાયન્સનો પ્લાન છે કે તે દેશના નાનાથી નાના શહેરોમાં પણ સામાનનો ઓર્ડર મળ્યા પછી તે જ દિવસે કે પછી ર૪ કલાકની અંદર ડિલીવરી કરશે. આવું કરવાથી લોકો વધારે સામાન ખરીદશે. લોકોએ રિલાયન્સ દ્વારા મોબાઇલ ફોન અને ઇલેકટ્રોનિકસના સામાન પર કરવામાં આવેલી એકસકલુઝીવ ડીલ વિશે પણ ખબર મળતી રહેશે.