રીલાયન્સ જીઓઃ મુકેશ અંબાણીએ જીઓ પ્રાઈમ મેમ્બરશીપ જાહેર કરી, એક વર્ષ માટે રૂ.99નો ચાર્જ

21 Feb, 2017

મુંબઈ– રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી મુંબઈમાં મીડિયા અને બિઝનેસ જગત સાથે જોડાયેલા લોકોને સંબોધિત કરી રહ્યા હતા. તેમાં તેમણે ટેલિકોમ કંપની રીલાયન્સ જીઓની ઉપલબ્ધીઓને ગણાવી હતી. અને એક નવા પ્લાનની જાહેરાત કરી હતી. જીઓ પ્રાઈમ મેમ્બરશીપ પ્લાન જાહેરાત કર્યો હતો.
જીઓએ 170 દિવસ માટે 10 કરોડ ગ્રાહકોનો આંકડો પાર કર્યો છે. તેમજ જીઓ યુઝર્સ લોન્ચિગ પછી 100 કરોડ જીબી ડેટાનો ઉપયોગ કરી ચુક્યા છે. મુકેશ અંબાણીએ જીઓ પ્રાઈમ મેમ્બરશીપ પ્રોગ્રામની જાહેરાત કરી છે, જેનો ચાર્જ 99 રૂપિયા એક વર્ષ માટે રહેશે.

રીલાયન્સ જીઓએ તેની કોમર્શિયલ લોન્ચિંગ 5 સપ્ટેમ્બર, 2016ના રોજ કરી હતી. તે સમયે કંપનીએ વેલકમ ઓફર શરૂ કરી હતી. હાલ કંપની ગ્રાહકોને જીઓ હેપ્પી ન્યૂ યર ઓફર આપી રહી છે. આ ઓફર અનુસાર વૉઈસ કૉલ અને વિડીયો કૉલીંગ, 4જી ઈન્ટરનેટ સહિત જીઓ એપ્સનું સબસ્ક્રીપ્શન જેવી તમામ સેવાઓ 31 માર્ચ, 2017 સુધી મફત રહેશે.

મુકેશ અંબાણીની જાહેરાત

મુકેશ અંબાણીએ જીઓ પ્રાઈમ મેમ્બરશીપ યોજનાની જાહેરાત કરી
આ યોજના અનુસાર એક વર્ષના ફકત રૂપિયા 99નો ચાર્જ આપવાનો રહેશે
જીઓએ 170 દિવસોમાં 10 કરોડ ગ્રાહકોનો આંકડો પાર કર્યો છે
જીઓ યુઝર્સ લોન્ચિંગ પછી 100 કરોડ જીબી ડેટાનો ઉપયોગ કરી ચુક્યા છે
ખુબ જ ઝડપથી ગ્રાહકો રીલાયન્સ જીઓ સાથે જોડાઈ રહ્યા છે
ગ્રાહકોનો આભાર અને અભિનંદનઃ મુકેશ અંબાણી
જીઓમાં પ્રત્યેક મીનિટે બે કરોડ વૉઈસ કોલઃ મુકેશ અંબાણી
પ્રત્યેક સેકન્ડે 7 નવા ગ્રાહકો જોડાઈ રહ્યા છે
2017ના અંત સુધીમાં દરેક શહેર સુધી જીઓ પહોંચી જશે
99 ટકા લોકો સુધી જીઓ પહોંચશે
4 જી બેસ સ્ટેશનની સંખ્યા બમણી કરાશે
જીઓ પ્રાઈમ મેમ્બરને મળશે અનલિમિટેડ કૉલીંગ અને ઈન્ટરનેટ