શારીરિક સંબંધ બનાવતા સમયે પુરૂષોએ ન કરવી જોઇએ આ ભુલ, થઇ શકે છે આ ગંભીર રોગ

16 Feb, 2018

 શારીરિક સંબંધ બનાવતા સમયે પુરૂષો અને મહિલાઓએ ઘણી વસ્તુઓને ધ્યાન રાખવામાં જરૂર હોય છે. કારણ કે આગળ જતા તેનું પરિણામ ખુબ ખરાબ આવી શકે છે. ખાસ કીરને પુરૂષોએ શારીરિક સંબંધ બનાવતી વખતે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. નહીંતર સેકસયુઅલી ટ્રાન્સમિટેડ ડિજીજ એટલે STDનું કારણ બની શકવાની સંભાવના છે.

આ બિમારીઓને સામાન્ય ભાષામાં યૌન રોગ કે ગુપ્ત રોગ કહે છે. આ યૌન સંચારિત રોગોના કારણે પુરુષોને અનેક બિમારીઓ થઇ શકે છે. આવો જોઇએ પુરુષોમાં STD થવાનું કારણ તેને બચાવ અંગે..

સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડિજીજ સામાન્ય રીતે બેક્ટેરિયલ કે વાયરલ ડિજીજથી સંક્રમિત વ્યક્તિની સાથે અસુરક્ષિત યૌન સંબંધ બનાવવા પર હોય છે. આ યૌન સંચારિત રોગ ગંભીર હોય છે કે જો સમય જતા તેનો ઇલાજ ન કરાવવામાં આવ્યો તો તે STD પ્રાઇવેટ પાર્ટ્સથી વધીને હાર્ટ,કિડની, લંગ્સ અને લિવર જેવા બીજા અંગોને પ્રભાવિત કરી શકે છે અને તેનાથી જીવ પણ જઇ શકે છે.

એકથી વધારે પાર્ટનર સાથે યૌન સંબંધ બનાવવાના કારણથી STD થવાની સંભાવના રહે છે. કારણકે તેનાથી બેક્ટેરિયા એક બીજાના સંપર્કમાં આવવાથી ફેલાય છે. જે આવા પાર્ટનર સાથે ફિજીકલ રિલેશન બનાવે છે જેના અન્ય કેટલાક લોકો સાથે ફિજીકલ રિલેશન રહી ચૂક્યા છે તો બેક્ટેરિયા એકબીજાના સંપર્કમાં આવવાની સંભાવના રહે છે. ઘણાં લોકો હોય છે જે લોકો સેક્સ દરમિયાન કંડોમનો ઉપયોગ કરતા નથી. આ કારણથી પણ STD થવાની સંભાવના રહે છે. આ કુદરતી રીતથી ફિજિકલ રિલેશન બનાવવાના કારણથી પણ યૌન સંચારિત રોગ થઇ શકે છે.