સારી સ્ક્રિપ્ટ હોય તો રેખા સાથે આવવા તૈયાર : અમિતાભ

09 Jan, 2015

‘ચીની કમ’ અને ‘પા’ બનાવનારા આર. બાલ્કીની આગામી ફિલ્મ ‘શમિતાભ’માં અમિતાભ બચ્ચન અને રેખા પણ છે, જોકે સ્ક્રીન પર તેઓ સાથે નથી દેખાવાનાં.

મંગળવારે ચર્ચગેટના ઇરોઝ થિયેટરમાં આ ફિલ્મના ટ્રેલર-લૉન્ચ પ્રસંગે બિગ બીએ કહ્યું હતું કે ‘અમે આ ફિલ્મમાં સાથે નહીં દેખાઈએ એમ કહી શકાય... તમે ફિલ્મ જોશો એટલે સમજાઈ જશે.’આ પ્રસંગે અમિતાભ બચ્ચને એમ પણ કહ્યું હતું કે ‘બાલ્કી મને કહેતો રહે છે કે તમને અને રેખાને લઈને ફિલ્મ બનાવવી છે... લેટ્સ સી... કોઈ સારી સ્ક્રિપ્ટ લઈને આવે તો કેમ નહીં?’