જાણો લાલ મરચું ખાવાથી શું થાય છે નુકશાન

21 Aug, 2018

લાલ મરચું પાવડર ખાવાથી નક્કી તમને તીખું લાગશે પરંતુ શું તમે જાણો છો કે લાલ મરચાંથી ઘણા પ્રોબ્લેમ્સ થઈ શકે છે. આજે તેનાથી થતા એવા જ કેટલાંક હેલ્થ પ્રોબ્લેમની વાતો કરીએ...

લાલ મરચું ખાવાથી મોંને લગતી ઘણી પ્રોબ્લેમ થઈ શકે છે. જેનાથી મોંનો સ્વાદ ખરાબ થઈ શકે છે.

લાલ મરચું ખાવાથી ન માત્ર હાર્ટબર્ન થાય છે પરંતુ એસિડીટી પણ વધે છે. તેનાથી પેટની જલન પણ વધી જાય છે.

લાલ મરચું ખાવાથી ઉબકા પણ આવી શકે છે અને વધુ ખાવાથી ડાયેરીયા પણ થશે.

વધારે લાલ મરચું ખાવાથી અસ્થમાનો એટેક આવી શકે છે. જો તમને શ્વાસ સંબંધી કોઈ સમસ્યા હોય તો લાલ મરચાંથી દૂર રહેવું જોઈએ.

લાલ મરચું ખાવાથી પૌષ્ટીક અલ્સર અને ગેસ્ટ્રીક નહીં થાય પરંતુ વધારે માત્રામાં મરચું ખાવાથી આ બે બીમારીઓને થવાનો ખતરો પણ વધી જાય છે.

લાલ મરચું ખાવાથી પેશીઓમાં સુજન આવી શકે છે.

એક રીસર્ચમાં એ પણ સાબિત થઈ ગયું છે કે ત્રણ પાઉન્ડ મરચા પાવડરને એક સાથે ખાવામાં આવે તો મૃત્યુ થઈ શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન વધુ મરચું ખાવામાં આવે તો બાળક તારીખ કરતા પહેલા જન્મ લઈ શકે છે.

ખાવા બનાવવા દરમિયાન મરચું આંખોમાં જાય તો ખતરનાક બળતરા થઈ શકે છે.