શું લાલ મરચું કે રસોડામાં વપરાતી ચટણી ખાવાથી કેન્સર થઇ શકે ?

17 Jul, 2018

 હાલમાં જ ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (GFSU) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે,  લાલ મરચાંના પાવડરની અડધા જેટલી બ્રાન્ડમાં વધારે પ્રમાણમાં માયકોટોક્સીન મળી આવ્યું, જે કેન્સર પેદા કરી શકે છે. GFSUના રિસર્ચ અને ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યુટના આસિસ્ટન્ટ પ્રોફેસ જયરાજસિંહ સરવૈયા અને પ્રજેશ પ્રજાપતિ દ્વારા આ રિસર્ચ કરવામાં આવી હતી. મોટાભાગના યુરોપિયન દેશો દ્વારા ભારતીય મસાલાનો ઉપયોગ ન કરવા પાછળનું ફેક્ટર પણ આ વાસ સમક્ષ તરફ ઈશારો કરે છે.

મસાલાની ટોચની બ્રાન્ડ્સ તેમાં પણ લાલ મરચું પાવડરમાં વધારે પ્રમાણમાં બંને તત્વો મળી આવ્યા હતા, જે ચિંતાનો વિષય છે. જ્યારે કેટલીક બ્રાન્ડ્સ સારી ક્વોલિટીની હતી.


રિસર્ચ ટીમ દ્વારા ફૂડ પ્રોડક્ટસમાં રહેલા માયકોટોક્સિનના સ્ક્રિનિંગ માટે LC-MS મેથડનો ઉપયોગ કરાયો હતો. આ મેથન ફૂડ ફોરેન્સિક્સમાં એડવાન્સ્ડ માનવામાં આવે છે. ફૂડમાં માયકોટોક્સિનની ઈન્ટરનેશનલ સ્તરે સ્વીકાર્ય લીમિટ 30 પાર્ટ્સ પર બિલિયન (ppb) છે, જ્યારે કેટલાક સેમ્પલ્સમાં તે 50થી 100 ppb લેવલમાં જોવા મળી. આ માટેનું કારણ વેન્ડર્સ દ્વારા ખરીદાયેલા મરચાંને યોગ્ય રીતે સ્ટોરજ ન કરવાનું હોઈ શકે છે. ડો. પ્રજાપતિએ કહ્યું કે, માયકોટોક્સિન એક ચોક્કસ પ્રકારની ફુગ દ્વારા બને છે અને ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશે છે. 

મસાલામાં આ પ્રકારની ફૂગને રોકવા માટે તેને ભેજ મુક્ત વાતાવરણમાં સ્ટોર કરવા અને કાચા મસાલાનું સાઈટ પર જઈને ઈન્સ્પેક્શન કરવું જરૂરી છે. WHOની રિપોર્ટ મુજબ ભારતમાં અફ્લોટોક્સિકોસિસ (અફલાટોક્સિસ દ્વારા થતો રોગ)ના કારણે ઉલટી, કમળો, અને તાવના ઘણા કેસો સામે આવે છે.