સૉલ્ટેડ જીરા કુકીઝ

12 Dec, 2014

સામગ્રી

૧૫૦ ગ્રામ બટર
૨૫૦ ગ્રામ મેંદો
પાંચ ગ્રામ મીઠું
બે ચમચી મલાઈ
થોડું પાણી અથવા દૂધ
ચાર ટેબલ-સ્પૂન જીરું
બે ટેબલ-સ્પૂન ઑઇલ

પૂર્વતૈયારી

બટરને રૂમ-ટેમ્પરેચર પર લાવી રાખવું
જીરું શેકીને અધકચરું દળી રાખવું

રીત

એમાં જોઈતું પાણી કે દૂધ ઉમેરીને થોડો કઠણ લોટ બાંધી દો. લોટને થોડી વાર ઢાંકી રાખો. હવે વણવાના પાટલા પર થોડો મેંદો ભભરાવીને જાડો રોટલો વણી લો. હવે એના પર દળેલું જીરું ભભરાવો અને ફરી પાછું રોટલા પર એક વેલણ મારો જેથી જીરું ચોંટી જાય. હવે એના પર થોડું ઑઇલ લગાવી દો અને મનગમતા શેપ આપી પ્રી-હીટેડ અવનમાં ૧૭૦ ડિગ્રી પર આશરે વીસેક મિનિટ સુધી બેક થવા દો. રેડી થયેલી કુકીઝને ઍરટાઇટ બરણીમાં ભરી દો.