આ રીતે ઘરે બનાવો ‘ફુદીના નાન’

28 Nov, 2016

સામગ્રી
એક કપ મેંદો
અડધી ચમચી ફ્રેશ યિસ્ટ
અડધી ચમચી સાકર
એક ચમચો તેલ
મીઠું સ્વાદ પ્રમાણે
ફુદીનાનો મસાલો બનાવવા માટે
અડધો કપ
ફુદીનાનાં પાન
એક ચમચી જીરું
બે લીલાં મરચાં
એક ચમચી લીંબુનો રસ
એક ચમચી સાકર
નાન શેકવા માટે ઘી અથવા બટર

રીત
સૌ પ્રથમ મસાલો બનાવવા માટે ફુદીનાનાં પાન, જીરું, લીલાં મરચાં, લીંબુનો રસ અને સાકરને મિક્સરમાં અધકચરું પીસી લો. ત્યારબાદ નવશેકા પાણીમાં સાકર અને યિસ્ટને એકસાથે લઈને ઓગાળો અને ચારથી પાંચ મનિટ માટે રહેવા દો. હવે યિસ્ટના આ મિશ્રણને મેંદામાં ઉમેરો. ત્યારબાદ એમાં તેલ, મીઠું અને ફુદીનાનો પીસેલો મસાલો મિક્સ કરીને જરૂર પ્રમાણે પાણીથી સોફ્ટ લોટ બાંધો. લોટને બાંધ્યા પછી અડધો કલાક માટે ભીના કપડાથી ઢાંકીને રહેવા દો જેથી એ ફૂલે. હવે લોટના છ સરખા ભાગ કરો અને દરેક ભાગમાંથી હાથથી જ શેપ આપીને નાન બનાવો. હવે એક નોન-સ્ટિક તવી પર નાનને એક સાઇડથી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. ત્યારબાદ ઓપન ફ્લેમ પર બન્ને બાજુથી નાનને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. એને સર્વિંગ-પ્લેટમાં કાઢી બટર અથવા ઘી લગાવો અને પંજાબી સબ્ઝી સાથે પીરસો.