જાતે બનવાતા શીખો મેક્સિકન ચાર વાનગીઓ

13 Jul, 2015

ક્યુસેડીલા :
તૈયારીનો અને રાંધવાનો સમય: ૬૦ મિનીટ
વાનગી : મેક્સિકન
સામગ્રી:
૪ નંગ ટોર્ટીલા માટે :
લોટ - ૩/૪ કપ
માખણ- ૨ ટેબલસ્પૂન
મીઠું - ૧/૨ ટીસ્પૂન
બેકિંગ પાવડર-૧/૨ ટીસ્પૂન
ગરમ દૂધ/ ગરમ પાણી -૧/૨ કપ
શાકના પુરણ માટે :
કાંદા, કોબીજ, કઠોળ, ગાજર, કેપ્સીકમ, બેબી કોર્ન, સ્વીટ કોર્ન, લીલા વટાણા, મશરૂમ, લીલા કાંદા અથવા તમને ગમતું કોઈ શાક.
મીઠું - સ્વાદ અનુસાર
રેડ ચીલી ફ્લેક્સ - જરૂર મુજબ
છીણેલું ચીઝ - ૩/૪ થી ૧ કપ
ખાટું ક્રીમ - ૧/૨ કપ
રીત:
૧. પહેલા તો દૂધ સિવાયના તમામ પદાર્થો ભેગા કરી લો. હવે ધીમે ધીમે ગરમ દૂધ કે પાણી રેડીને કણક તૈયાર કરો. ૪ થી ૫ વાર તેને ગૂંદો. ૧૫ મિનીટ માટે તેને બાજુએ મૂકો. દરમિયાન શાકનું પુરણ તૈયાર કરો.
૨. કણકના લીંબુ જેવડા લુઆ બનાવો અને આડણી પર ૮"-૯" જેટલી એકદમ પાતળી રોટલી (ટોર્ટીલા )વણો.
૩. એક ગ્રીડલને પ્રિ-હીટ કરો. અને એની પર દરેક ટોર્ટીલાને ૪-૫ સેકન્ડ માટે બંને તરફથી મૂકો અને કાઢી લો. એને આ તબક્કે બ્રાઉન રોસ્ટેડ ના થવા દો. એ બધી ટોર્ટીલાને બાજુમાં મૂકો.

કોર્ન ચિપ્સ
તૈયારીનો અને રાંધવાનો સમય: ૧૫-૨૦ મિનીટ
સીટીંગ સમય : ૧૦ મિનીટ
સામગ્રી :
મકાઈનો ઝીણો લોટ- ૧-૧/૨ કપ
મેંદો - ૧ કપ
તેલ - ૧ ટેબલસ્પૂન
મીઠું - ૩/૪ ટીસ્પૂન
સૂકી પાર્સલી- ૧ ટેબલસ્પૂન
રેડ ચીલી ફ્લેક્સ- ૧ ટીસ્પૂન
કણક બાંધવા નવશેકું પાણી- જરૂર પૂરતું

રીત :
૧. બંને લોટ ભેગા કરી ચાળી લો. એમાં તેલ, મીઠું, સૂકી પાર્સલી અને રેડ ચીલી ફ્લેક્સ નાખી ભેગું કરો. એમાં નવશેકું પાણી નાખીને રોટલી જેવી નરમ કણક બાંધો.
૨. લીંબુ જેવડા કદના લુઆ બનાવો. એને આડણી પર લઇ -"-૧૦" ની સાઈઝની ગોળ રોટલી કે ભાખરી બનાવો. કાંટા(ફોર્ક) વડે એમાં હળવા કાણાં પાડો. ત્યાર બાદ તેને ત્રિકોણાકારમાં કે લાંબી પટ્ટીની જેમ કાપી લો.
૩. એક કઢાઈમાં તેલને ગરમ કરી ચિપ્સને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ઠંડી થાય પછી ટોમેટો સાલસા સાથે પીરસો.


ટોમેટો સાલસા :

તૈયારી અને રાંધવાનો સમય: ૧૫ મિનીટ
બેકિંગનો સમય: ૧૫ મિનીટ
સામગ્રી:
લાલ ટામેટાં- ૬-૭ નંગ
૪ ઊભા ચીરા કરેલ મોટા કેપ્સીકમ - ૨ નંગ
લીલાં મરચાં - ૪-૫ નંગ
છોતરાં સાથે લસણની કળીઓ - ૪-૫ નંગ
ઝીણો સમારેલ કાંદો - ૧ નંગ
શાક પર લગાડવા માટે ઓલીવ તેલ
અડધા લીંબુનો રસ
મીઠું-મરી સ્વાદ મુજબ
ખાંડ - ૧/૨ ટીસ્પૂન
ઝીણી સમારેલ તાજી પાર્સલી
રીત : ઓવનને પ્રિ-હીટ કરી લો. ટામેટા, કેપ્સીકમ, લીલા મરચા, કાંદા અને લસણને બધી બાજુએથી ઓલીવ તેલ લગાડો. એક ગ્રીઝ કરેલ છીછરી બેકિંગ ટ્રે તૈયાર કરો અને એમાં આ પદાર્થો ગોઠવીને ૧૦-૧૨ મિનીટ બોઈલ થવા દો. પછી કાઢીને ઠંડા થવા દો. ફૂ઼ડ પ્રોસેસરમાં તેમને પાર્સલી સાથે અધકચરા ક્શ કરી લો, ત્યાર બાદ ખાંડ, મીઠું, મરી અને લીંબુનો રસ ઉમેરી બરાબર હલાવી લો.

ખાટું ક્રીમ :
તૈયારી અને રાંધવાનો સમય: ૧૦ મિનીટ
સામગ્રી:
મલાઈ/ અમૂલ ક્રીમ/ સહેજ ખાટું એવું દહીં ( રૂમ ટેમ્પરેચર પર) : ૧ કપ
મોસંબી/લીંબુનો રસ- લગભગ ૫-૬ ટેબલસ્પૂન
મીઠું-સ્વાદ અનુસાર
સૂકી પાર્સલી- ૧ ટેબલસ્પૂન
રેડ ચીલી ફ્લેક્સ -૧/૨ ટીસ્પૂન
ઝીણી સમારેલ તાજી પાર્સલી
૧ ટેબલસ્પૂન
રીત:
૧. એક બાઉલ લો, એમાં ક્રીમ, ચીલી ફ્લેક્સ, સૂકી પાર્સલી, મીઠું નાખી સરસ રીતે ભેગું કરી દો. નરમ અને એકરસ થાય તે રીતે બ્લેન્ડ કરી લો.
૨. એમાં ધીમે ધીમે લીંબુનો રસ રેડો અને સ્મૂધલી બ્લેન્ડ કરો. તમને ક્રીમ ઘટ્ટ થતું દેખાશે. એમાં ખટાશ આવે ત્યાં સુધી લીંબુનો રસ ઉમેરતા જાવ.
૩. એમાં સમારેલ પાર્સલી ઉમેરો અને ફ્રીજમાં ઠંડુ કરો. ઠંડું ખાટું ક્રીમ નાચોઝ, ટાકોઝ અથવા મેક્સિકન રાઈસ સાથે પીરસો.