રાશિફળ : જાણો જુલાઈ મહિનામાં તમારા અધૂરા કાર્યો પૂરા થશે કે નહીં

30 Jun, 2018

મેષઃ નોકરીમાં ઉન્નતિ, આવકમાં વધારો થવાના યોગ છે. મોસાળ તરફના સંબધોમાં સુધારો આવશે. શરુઆતના સમયમાં શરદી, કફ તેમજ પેટ સંબંધી રોગ થવાની શક્યતા છે. આ મહિના દરમિયાન જીવનસાથી સાથે સંબંધોમાં વધુ પડતી આધ્યાત્મિક અને ભાગીદારીનો અનુભવ કરશો. અવિવાહિત વ્યક્તિના લગ્નના યોગ સર્જાઈ શકે છે. નવા સંબંધોની શરુઆતી થઈ શકે છે. તમે ધ્યાન,પૂજા-પામાં વધુ પડતો સમય પસાર કરશો. યોગમાં તમારી રુચી વધશે. ગુરુા સાનિધ્યમાં રહેવાથી ફાયદો થશે.

 

 
વૃષભ: આ મહિનાના પહેલા ચરણમાં તમારા માનસ્માનમાં વધારો થશે. મકાન રીપેર કરાવવાના યોગ છે. તમારા સંબંધોમાં આત્મિયતા વધશે. જીવનસાથી સાથે ઉત્તમ સમય પસાર કરવા મળશે. તે કોઈ વિશેષ કાર્યનું આયોજન અથવા તૈયારી કરી શકશો. કોઈ નવી જવાબદારી સંભાળવાનો અવસર આવશે. વેપારમાં વધારો થશે. મહત્વપૂર્ણ કાર્યો માટે અનુકૂળ સમય છે. તમારા મિત્રો સાથે આનંદથી સમય વ્યતિત કરશો. શુભ પ્રસંગનું આયોજન કરશો. વડીલોના આશિર્વાદ સાથે રહેશે. તમે મનમાં આર્થિક મજબૂતી મેળવવા માટે યોજના બનાવશો. દરેક કાર્યોમાં સફળતા મળશે.
 
મિથુન: જીવનની સુરક્ષા સૌથી ઉપર છે. તેવી વાસ્તવિક્તા ભરેલી પરિસ્થિતિથી તમે આ અનુભવ મેળવી શકશો. મહિનાની શરુઆતમાં તમારુ ફોકસ આર્થિકરુપે સુરક્ષિત બનવા તરફ હશે તમે પરિવારને પ્રોફેસન લાઈફ વચ્ચે સંતુલન સાથી સારો સમય પસાર કરી શકશો. તમે જે કાર્ય હાથમાં લેશો તેમાં સફળતા મળશે. તમારા કાર્યમાં ભાગ્યનો સાથ પણ મળશે. આવકના નવા સ્ત્રોત મળશે. આપેલ ઉધાર નાણાં પરત આવશે જેથી આવકમાં વધારો થશે.
 
કર્ક : આ મહિનાની શરૂઆતથી જ તમારે ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે નહીંતર કામ અને સંબંધો પર અસર થશે. તમારા ગુસ્સાની અસર ખાસ કરીને પ્રેમ સંબંધો, પાર્ટનરશીપ અને દામ્પત્ય જીવન પર પડશે. આવેગ અને ભાવનાઓને કાબૂમાં રાખીને શાંતિથી વાત રજૂ કરવી. ક્રોધના કારણે નોકરી-ધંધાના સ્થળે અથવા ઘરમાં કોઈની સાથે મનભેદ થઈ શકે છે. કામના ભારણને કારણે સુસ્તી અને થાક મહેસૂસ થશે. એટલે કામની સાથે સાથે શરીરને આરામ આપો અને ભોજનમાં લીલા શાકભાજી ખાઓ.
 

 
સિંહ: તમારા વિરોધી તમારા પર હાવિ થઈ શકે છે. અતિશય વ્યસ્તતા અને ભાગદોડના કારણે થાક અનુભવશો. વિચારોમાં નકારાત્મકતા આવી શકે છે. નિર્ણય શક્તિ નબળી થઈ છે તેવું લાગશે. તમારું મન શંકાશીલ રહેશે. અંગત વાતો સાર્વજનિક થવાની શક્યતા છે. લગ્નેત્તર સંબંધોથી બચવું. કોઈની સાથે વાત કરતી વખતે કેવા શબ્દો વાપરો છો તેનું ધ્યાન રાખો. મહિનાના બીજા અઠવાડિયે તમે એવી વસ્તુઓની ખરીદી કરશો જેનાથી આનંદ મળે. શત્રુઓ અને વિરોધીઓને હરાવી શકશો.
 
કન્યા: તમારા વિરોધી તમારા પર હાવિ થઈ શકે છે. અતિશય વ્યસ્તતા અને ભાગદોડના કારણે થાક અનુભવશો. વિચારોમાં નકારાત્મકતા આવી શકે છે. નિર્ણય શક્તિ નબળી થઈ છે તેવું લાગશે. તમારું મન શંકાશીલ રહેશે. તમારામાં ભોગ-વિલાસની વૃત્તિ વધશે અને વિલાસી જીવનશૈલીની લાલચ થશે, જેના કારણે ખર્ચ વધશે. આવક મર્યાદિત રહેવાથી બજેટ ડામાડોળ થઈ શકે છે. પ્રેમસંબંધોની તમારી અંગત વાતો સાર્વજનિક થઈ શકે છે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત દરમિયાન વાતચીત અને વ્યવહાર પર નિયંત્રણ રાખવું. તમારા મકાનમાં નવું ઈન્ટીરિયર કરાવી શકો છો.
 
તુલા : શરુઆતના અઠવાડિયામાં ક્રોધ અને આવેશ પર કંટ્રોલ કરો. ત્યારપછી સગા-વ્હાલાઓ સાથેના સંબંધોમાં સુધારો આવશે. નવા મિત્ર બનશે અને જૂના મિત્રો સાથેની મુલાકાત તમારા મનને ખુશ કરી દેશે. ઘરમાં મંગળ પ્રસંગ આવી શકે છે. પાર્ટનર સાથેના સંબંધોમાં સુધારો થશે, કોઈ ગેરસમજ હશે તો દૂર થશે. આ સમયે વેપાર બાબતે પણ નવી પાર્ટનરશિપ અથવા ડીલ કરવી હોય તો ગ્રહોનો સાથ મળી રહ્યો છે. મહિનાના મધ્યમાં આર્થિક બાબતોમાં કોઈ અડચણ આવી શકે છે. આ સમયે ખાસકરીને આર્થિક બાબતોમાં લાંબા સમયથી અટકેલા કામ આગળ વધશે.
 
વૃશ્ચિક : ઊંઘની અનિયમિતતાનો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. સરકારી અને કાયદાકીય કામમાં નિરાશા મળી શકે છે. પ્રતિષ્ઠિત લોકો અથવા અધિકારી વર્ગ તરફથી મુશ્કેલી મળી શકે છે. પિતા અથવા વયસ્કો સાથે વિવાદથી બચો, તેનાથી તમારી મુશ્કેલી વધી શકે છે. પૈતૃક સંપત્તિના કામકાજમાં અત્યારે આગળ પગલું ન ભરશો, નહીં તો તમારા વિરોધમાં નિર્ણય આવી શકે છે. મહિનાના મધ્યથી પરિસ્થિતિ તમારા પક્ષમાં બનવા લાગશે. આ દરમિયાન તમારા પ્રોફેશનને લગતા ખર્ચ વધી શકે છે.
 
ધન: માતા સાથેના સંબંધમાં મુધુરતા આવશે. વિદ્યાર્થીઓને ભણતરમાં સફળથા મળશે. ઉત્તમ વસ્ત્ર તેમજ ભોજનની પ્રાપ્તિ થશે. તમે ઘર માટે નવી વસ્તુઓ ખરીદશો. ખર્ચનું પ્રમાણ વધી શકે છે. મિત્રો-પરિવાર સાથે આનંદમય સમય પસાર કરશો. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવશે. તમે તમારા કામમાં સુધારો લાવશો. ખાણી-પીણીનું ધ્યાન રાખો નહીં તો સ્વાસ્થ્યને લગતી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. મહિનાના મધ્યમાં વ્યક્તિગત સંબંધોમાં એકલા પડી જવાના દુ:ખનો અનુભવ થઈ શકે છે.
 
મકર: આપની વાણીમાં કર્કશતા વધી શકે છે. કોઈ વ્યક્તિ સામે આપ પરોક્ષ રુપે આપ કડવા વેણ ઉચ્ચારી શકો છો, જેનાથી તે વ્યક્તિની લાગણીને ઠેસ પહોંચી શકે છે. ક્યારેક ઉત્તમ વાણી બોલશો તો ક્યારેક પસંદ ન પડે તેવા કડવા વેણ પણ બોલશો. તેનાથી લોકો વચ્ચે તમારી છબિ ખરાબ ન થાય તે વાતનું ધ્યાન રાખજો. ખાસ કરીને જીવનસાથી સાથેના સંબંધોમાં મતભેદ ઉભા થવાની સંભાવના દેખાઈ રહી છે. બહાર ફરવામાં તેમજ બહારનું ખાવામાં સાવધાની રાખવી. આ મહિને તબિયત બગડવાની શક્યતા છે.
 
કુંભ : મહિનાના પહેલા સપ્તાહાં શારીરિક અને માનસિક રુપે થાક મહેસૂસ કરી શકો છો. પ્રેમ સંબધોમાં વિવાદની સંભાવના દેખાઈ રહી છે. પરિવારમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. સરકારી અધિકારીઓ સાથે વાદ-વિવાદ ન કરશો. પ્રવાસ દરમિયાન સતર્કતા રાખશો. કોઈ પણ પ્રકારના ભ્રમની સ્થિતિથી દૂર જ રહેજો, અને માનસિક રુપે પોતાને શાંત રાખી વાણીમાં સંયમ પ્રવર્તવો. નોકરી-ધંધામાં તકલીફના સંજોગ છે. વિવાદથી બચવાની સલાહ છે, તમારી પ્રતિષ્ઠા પણ ખરડાઈ શકે છે.
 
મીન: જુલાઈ મહિનામાં તમારે પોતાની કાર્યશૈલી પર ધ્યાન કેન્દ્રિત કરવાની સૌથી વધુ જરુર છે. ઉતાવળ કરવાથી હંમેશા બચજો. ગ્રહોને ધ્યાનમાં રાખતા જમીન, મકાન, સ્થાવર-જંગમ મિલકત, વાહન વગેરે પર આપ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશો. આ વિષયમાં તમારી ક્ષમતા પણ ઘણી છે. આપ ખૂબ મહેનત પણ કરો છો, તેનો સકારાત્મક પ્રભાવ તમને જુલાઈ મહિનામાં જોવા મળશે. લાંબા સમયથી ચાલી રહેલા અને અસમંજસભર્યા પ્રોજેક્ટમાં પ્રગતિ દેખાશે.