રાશિફળ 15 જુલાઈ: આ રાશિના જાતકો માટે ખુબ લકી છે આજનો દિવસ, ધનલાભના યોગ

14 Jul, 2018

 મેષ: કોઈ સારા સમાચાર મળી શકે છે. સંચાર સાધનોથી ફાયદો થઈ શકે છે. સમસ્યાઓના રચનાત્મક સમાધાન માટે કોશિશ કરશો તો સફળ થશો. અચાનક ધનલાભની સંભાવના છે. 


વૃષભ: કઈક એવા લોકો સાથે મુલાકાત થશે જેમની પાસે ધન કમાવવની સારી તકો કે વિચારો છે. લોકોની મદદથી તમારી આવક વધી શકે છે. કામકાજમાં ગતિ આવશે. કેરિયરમાં આગળ વધવાની તકો મળી શકે છે. સારી સફળતા મળશે. પાર્ટનર સાથે સંબંધ સારા થશે. માનસિક સહયોગની જરૂર છે તે પાર્ટનર પાસેથી મળશે.

મિથુન: કોન્ટેક્ટ મજબુત કરવાનો સમય છે. આજે શાંત રહો. તમારો વ્યવહાર લચીલો રાખો. તમને ફાયદો થઈ શકે છે. મોજ મસ્તી સાથે કઈક નવું શીખવાની તક મળી શકે છે. 


કર્ક: કેટલાક મામલાઓમાં શાંત રહો. નવું શિખવાનો વિચાર કરશો તો રૂપિયા કમાવવાની તક મગજમાં આવી શકે છે. નોકરી અને બિઝનેસના મામલાનો ઉકેલ આવશે. ભાગીદારીના કામમાં આગળ વધતા જશો. આવક અને પદનો લાભ મળી છે. નવી યોજનાઓની ઓફર મળશે.


સિંહ: મહત્વપૂર્ણ અને નજીકના સંબંધોમાં મજબૂતાઈ આવશે. સંબંધોમાં જરૂરી ફેરફાર થઈ શકે છે. મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ આવશે. તમારી કોશિશો કારગર સાબિત થશે. પાર્ટનર અને નજીકના મિત્રો સાથે રોચક વાતચીત થશે. 


કન્યા: કોઈ નવા કામની શરૂઆત થઈ શકે છે. એવું પણ બની શકે કે જૂના અટવાયેલા કામો ફરી શરૂ થાય. ઓફિસમાં વધારાની જવાબદારી મળી શકે છે. વધુ મહેનતથી ફાયદો થઈ શકે છે. બીજાને મદદ કરશો. તેના માટે વધુ મહેનત કરવી પડે તો કરો. જૂના હિસાબ ચેક કરો તો ફાયદો થઈ શકે છે. ઘર અને શહેરથી બહાર જવાના યોગ બની રહ્યાં છે. 


તુલા: કઈંક નવું શીખવાની કે કોઈ પડકારને પહોંચી વળવાની તકો મળી શકે છે. ઓફિસમાં જૂનિયરથી સહયોગ મળી શકે છે. દિવસભર સકારાત્મક દ્રષ્ટિકોણ રાખો. ધીરે ધીરે બધુ બરાબર થઈ જશે. નવા લોકો સાથે મુલાકાતની કેટલીક સારી તકો મળી શકે છે. રોમાન્સ માટે સારો સમય.

વૃશ્ચિક: તમારી જવાબદારીઓ વધી શકે છે. ધાર્મિક અને સામાજિક કામો માટે સમય કાઢશો. પરિવાર સાથે સમય પસાર થશે. નવી શરૂઆતની કોશિશ કરશો. થોડું ધૈર્ય રાખશો તો મોટા ભાગની પરેશાનીઓ ખતમ થશે. આવક વધવાના યોગ છે. બિઝનેસ અને નોકરીયાતોને ફાયદો થશે. ભાગ્યનો સાથ મળશે.


ધનુ: મકાન કે પ્લોટ સંબંધી કામ થવાના યોગ બની રહ્યાં છે. નવા લોકો સાથે મુલાકાત સફળ થઈ શકે છે. મહત્વપૂર્ણ અને નવી શરૂઆત કરવાની તક મળશે. કેટલાક લોકોની ભલાઈ માટે તમે કામ કરશો. તમારા કામમાં લાગ્યા રહો અને લક્ષ્ય પર કોન્સન્ટ્રેટ કરો. પાર્ટનર સાથે રોમાન્સની તક મળશે. 


મકર: કઈંક રોચક કે નવી તકો આજે તમને મળી શકે છે. તમારી રાશીમાં ચંદ્રમા રહેશે. નવી શરૂઆત કરવી પડશે. આત્મવિશ્વાસથી કામ કરો. નકારાત્મક વિચારો પર  ધ્યાન ન આપો. મોટાભાગની સમસ્યાઓ સમય સાથે ઉકેલાશે. તમને વિવાહનો પ્રસ્તાવ મળી શકે છે. 


કુંભ: તમારું ધ્યાન સંતાન અને શિક્ષા તરફ રહેશે. આજે તમે પોઝિટિવ દ્રષ્ટિકોણ રાખશો તો દિવસ સારો જશે. આવનારા દિવસોમાં નવી તકો મળશે. યોજના બનાવો અને રાહ જુઓ. બોલવામાં ધ્યાન આપો. આજે ખર્ચ વધુ થઈ શકે છે. જીવનસાથી સાથે અણબન થઈ શકે છે.


મીન: પ્રેમી કે તમારા પરિવારના સભ્યો સાથે વધુ સમય વિતાવવાની કોશિશ કરી શકો છો. જે લોકોની તમને જરૂરિયાત છે તેમની સાથે મુલાકાત થઈ શકે છે. બીજાની મદદ કરશો તો કોઈ વાત કે સ્થિતિથી તમારી સોચ બદલાશે. નાણાકીય ક્ષેત્રે કે કાર્યક્ષેત્રે કોઈ ફાયદો કે ઉપલબ્ધિ મળવાની સંભાવના છે.