રાની મુખર્જી પતિને રોજ આપે છે ગાળો, જાણો કારણ...

19 Feb, 2018

 રાની મુખર્જી આશરે 4 વર્ષ પછી સિલ્વર સ્ક્રિન પર કમબેક કરવા જઇ રહી છે હાલ તે પોતાની ફિલ્મ ‘હિચકી’ના પ્રમોશનમાં જોવા મળે છે. રાની મુખર્જી નેહા ધૂપિયાના ચેટ શોમાં પહોંચી હતી. જ્યાં તેની સાથે ફેશન ડિઝાઇનર સવ્યસાચી મુખર્જી પણ પહોંચી હતી.

આ ચેટ શોમાં રાની મુખર્જીએ પોતાની જિંદગીના અનેક સિક્રેટ જણાવ્યા હતાં. રાની અને આદિત્ય ચોપરાની લવ સ્ટોરી આજે પણ રહસ્ય બની છે. આદિત્ય પણ તેના અને રાનીના રિલેશન વિશે મીડિયામાં ઓછું બોલતો જણાય છે. આ શોમાં રાની મુખર્જીએ આદિત્ય ચોપરા સાથેની પહેલી મુલાકાત વિશે જણાવ્યું હતું.
જ્યારે નેહા ધૂપિયાએ રાની મુખર્જીને પૂછ્યું કે,’શું તે ક્યારેય ગાળો આપે છે અથવા ગુસ્સે થાય છે?’ ત્યારે રાનીએ જવાબ આપ્યો હતો કે,’ હું રોજ મારા પતિ પર ગુસ્સો કરૂં છું અને તેને ગાળો પણ આપું છું.’ આવું કહીને રાની હસવા લાગી હતી. રાનીએ જણાવ્યું હતું કે,’ આદિત્ય ચોપરા ખૂબ જ સ્વીટ અને કેરિંગ છે. જેના કારણે પ્રેમમાં ગાળ નીકળી જાય છે. જોકે, હું કોઇને ગાળ આપી રહી છું તેનો મતલબ એવો કે હું તેને ખૂબ જ પ્રેમ કરી રહી છું.’
રાનીએ આદિત્ય ચોપરા સાથે પોતાની પહેલી મુલાકાત વિશે જણાવ્યું હતું કે તે આદિત્યને સૌથી પહેલા ‘મુજસે દોસ્તી કરોગે’ ના સેટ પર મળી હતી. રાનીએ જણાવ્યું કે તે સમયે મારી ફિલ્મ્સ સારી ચાલતી નહોતી અને આદિત્યને મેં કહ્યું હતું કે મને આ ફિલ્મમાં ન લે પરંતુ તેને લાગતું હતું કે હું આ રોલ માટે પર્ફેક્ટ છું.
રાની મુખર્જીએ જણાવ્યું હતું કે,’ એ વાત આદિત્યએ મને જણાવી હતી કે મને આ ફિલ્મમાં ન લેવા માટે અનેક લોકોએ ચેતવણી આપી હતી. મારી છેલ્લી ફિલ્મ્સ સારી ચાલતી ન હતી. જોકે, તેને મારા ટેલેન્ટ પર પૂરો ભરોસો હતો. મને અને મારી મોમને આદિત્યની આ વાત ખૂબ જ પસંદ પડી હતી. સારૂ હોય કે ખરાબ તે મને કહી દે છે.’
 

Loading...

Loading...