મુન્નાભાઇ એમબીબીએસ બની ગયો રણબીર કપુર, ખુબ હસાવશે સંજુનો આ મજેદાર વીડિયો

22 Jun, 2018

 રાજકુમાર હિરાની પોતાની ફિલ્મ સંજુથી રણબીર કપુરનું મુન્નાભાઇ અંદાજ સામે આવ્યું છે. આ ફિલ્મમાં રણબીર કપુર અસ્સલ સંજય દત્ત બનેલો નજર આવી રહયો છે. એ બધા જાણે છે કે સંજય દત્તના કેરીયરમાં મુન્નાભાઇ એમબીબીએસ ફિલ્મ ખાસ ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં સંજય દત્ત દેશી અભણ ડોકટરને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો.

હવે સંજયની બાયોપિકમાં સંજુ બાબાને મુન્નાભાઇ અંદાજમાં દેખાડવામાં આવશે. એવામાં રણબીર મુન્નાભાઇ બનેલો નજર આવી રહયો છે. રણબીરની સાથે સર્કિટના રોલમાં અરશદ વારસી પણ છે. ફિલ્મમાં મુન્નાભાઇના સિગ્નેચર ડાયલોગ લેવામાં આવ્યો છે. જે તમને સંજય દત્તની સુપરહિટ ફિલ્મ મુન્નાભાઇની દુનિયામાં લઇ જશે.

આ અભિનય કરતા રણબીર કપુર અસ્સલ સંજય દત્ત લાગી રહયો છે. તેનો બોલવાનો અંદાજથી લઇને તેના કપડા, તેના હાવભાવ બધું તમને સંજય દત્તની યાદ અપાવશે અને આ સીન બિલ્કુલ ફિલ્મ મુન્નાભાઇની સીનની યાદ અપાવશે.

સંજુની રિલીઝ તારીખ નજીક આવી રહી છે અને તે ર૯ જુનને સિનેમાઘરોમાં આવશે. ફિલ્મમાં ઘણા સંજય દત્તના રૂપમાં ઢળવા માટે રણબીર કપુરે ઘડી મહેનત કરી છે અને ફિલ્મમાં જોડાયેલા દરેક પોસ્ટર, ટીઝર, ટે્રલર અને હવે સામે આવેલા આ વિડીયોમાં બધું જોવા મળે છે.

સંજય દત્તની કંટ્રોવર્શીયલ લાઇફના ઘણા પેઇજ આ ફિલ્મમાં ખુલવાના છે અને આ ફિલ્મ દર્શકોને સંજય દત્તની અવિશ્ર્સનીય દુનિયામાં લઇ જશે. ર૦ સેકન્ડ વાળા આ વીડિયોને જોઇ તમે ખુબ જ હસી ઉઠશો. સંજય દત્તના અભિનયમાં રણબીર કપુરને જોઇ તમને વિશ્ર્વાસ નહીં આવે આ તે શખ્સ છે જે પોતાના દરેક ઇન્ટરવ્યુ અને અપીયરેન્સમાં સંજીદા જોવા મળે છે.