રામ ગોપાલ વર્માને થઇ શકે છે જેલ, હૈદરાબાદની હોટલમાં બનાવી રહયા હતા પોર્ન ફિલ્મ

22 Feb, 2018

 રામ ગોપાલ વર્માને થઇ શકે છે જેલ, હૈદરાબાદની હોટલમાં બનાવી રહયા હતા પોર્ન ફિલ્મ

ફિલ્મ નિર્માતા નિર્દેશક પોતાની ફિલ્મ ગોડ, સેકસ એન્ડ ટ્રુથને લઇને એકવાર ફરી ચર્ચામાં છે. એક મહિલા સામાજીક કાર્યકર્તાએ દાવો કર્યો છે કે રામ ગોપાલ વર્માએ હૈદરાબાદની પાંચ સિતારા હોટલમાં પોર્ન ફિલ્મ ગોડ, સેકસ એન્ડ ટ્રુથનું શુટીંગ કર્યું છે. ગ્રેટ આંધ્રાની રીપોર્ટ મુજબ એકિટવીસ્ટએ ફિલ્મની શુટીંગ હૈદરાબાદમા થયુ હોવાનું સબુત પણ છે, જો આ વાત સાચી હશે તો નિર્દેશકને જેલમાં જવું પડી શકે છે. રામગોપાલ વર્મા આ ફિલ્મની શુટીંગ યુરોપમાં કરવાની વાત કરી રહયા છે.
આ કાર્યકતાનો દાવો છે કે તેની પાસે પોર્ન સ્ટાર મિયા મલકોવાની એ દરમ્યાનની તસવીરો છે, જયારે તે ફિલ્મની શુટીંગ માટે ભારત આવી હતી. મિયા મલકોવા અમેરિકી પોર્ન સ્ટાર છે. કાર્યકર્તાનું કહેવુ છે કે, ભારતમાં પોર્ન ફિલ્મ બનાવવામાં માટે કાર્યવાહી કરવી જઓઇે.
રામ ગોપાલ વર્માની ફિલ્મ ગોડ, સેકસ એન્ડ ટ્રુથમાં અમેરિકી પોર્ન સ્ટાર મિયા મલકોવા કામ કરી રહી છે. સમાજસેવીકાનું કહેવું છે કે સોશ્યલ મીડિયામાં પણ ફિલ્મની શુટીંગના વકતની કેટલીક તસવીરો રામ ગોપાલ વર્માના ટોલીવુડના કેટલાક દોસ્ત બતાવી ચુકયા છે. આ મામલામાં હોટલના સ્ટાફ પર પણ કાર્યવાહી થઇ શકે છે.
રામગોપાલ વર્મા પર ફિલ્મ ગોડ, સેકસ એન્ડ ટ્રુથને લઇને પહેલા જ પોલીસ કેસ થઇ ચુકયો છે. આ મહિલા સંગઠને રામગોપાલ વર્મા વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવી હતી. તેનો આરોપ હતો કે ફિલ્મમેકરે પોતાની આ ફિલ્મ દ્વારા મહિલાઓનું અપમાન કર્યું છે. સંગઠને ફિલ્મને અશ્ર્લિલ પણ બતાવ્યું હતું. આ મામલે ગયા શનિવારે રામગોપાલ વર્મા હૈદરાબાદ પોલીસ સામે હાજર થયો હતો.
રામગોપાલ વર્માની આ ફિલ્મ ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી પરંતુ લગાતાર વિવાદને કારણે વર્માએ ફિલ્મને ઓનલાઇન રીલીઝ કરી દીધી.