યોગા દિવસ પાર રાખી સાવઁત કર્યા પોતાના હોટ ફોટોઝ શેર

22 Jun, 2018

એક્ટ્રેસ રાખી સાવંત અવારનવાર પોતાના બોલ્ડ ફોટોઝ અને વિવાદિત નિવેદનો દ્વારા હંમેશાં ચર્ચામાં રહે છે. ‘ઈન્ટરનેશનલ યોગ દિવસ’ પર તેણે પોતાના ફેન્સને ઈન્સ્પાયર કરવા માટે તેણે કેટલીક તસવીરો પોસ્ટ કરી પણ તેના આઉટફિટ્સ બધું ધ્યાન ખેંચી ગયા. રાખી રેડ સ્વીમસૂટમાં યોગા કરતી દેખાઈ અને આમાં તેની બોલ્ડનેસના કારણે ટ્રૉલ થવું પડ્યું. તેણે લોકોને અપીલ કરી કે, તે પોતાના બિઝી શેડ્યુલમાંથી થોડો સમય કાઢી યોગ કરે અને રોજ તેની પ્રેક્ટિસ કરતા રહે. રાખીએ કહ્યું કે, ‘દિવસમાં માત્ર પાંચ મિનિટ જ યોગ કરવાની જરૂર છે અને તેનાથી તમને રોજ પ્રેક્ટિસ કરવામાં સરળતા થશે, આનાથી તમારી જિંદગી બદલાઈ જશે અને જીવનમાં ચાલી રહેલી તકલીફોમાં પણ રાહત આપશે.’ જોકે, તેની મોટાભાગના યૂઝર્સે તેની આ સલાહોને અવગણી ટ્રોલ કરી હતી. ઘણાએ તેના મીમ્સ બનાવ્યા હતા તો ઘણાએ તેના પર જોક્સ બનાવ્યા હતા.