રાખી સાવંતે શેયર કરી શ્રીદેવીની એવી તસવીર, સોશ્યલ મીડિયામાં મળી અસંખ્ય ગાળો

28 Feb, 2018

 રાખી સાવંતે સોશ્યલ મીડિયા પર શ્રીદેવીની એક એવી તસવીર શેયર કરી જેને જોઇને તેના ફેન્સ ભડકી ઉઠયા. આ તસવીર શ્રીદેવીના ડેડ બોડીની લાગી રહી છે, પરંતુ આ કન્ફર્મ નથી કે આ તસવીર સાચી છે કે ફોટોશોપ્ડ. તમને જણાવી દઇએ કે બોલીવુડમાં ડ્રામા કવીનના નામથી જાણીતી રાખી સાવંત હંમેશા પોતાની હરકતોને કારણે ચર્ચામાં રહે છે. પોતાની આવી જ એક હરકતને કારણે તેને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડયો હતો. હાલમાં તેણે પોતાની ભુલ સુધારી પણ લીધી છે.

શ્રીદેવીના નિધન પછી તેણે ઇન્સ્ટાગ્રામમાં એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ધ્રુસકે ધ્રુસકે રોઇ રહી હતી. આ વીડિયોમાં તે કહી રહી હતી, શ્રીદેવી મેમ, આપ ચલે ગઇ મેેમ, હમે બહુત જયાદા દુ:ખ હો રહા હૈ... આપકો કયા હો ગયા આપ કયોં ચલે ગયે ? આ સાથે તેણે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શ્રીદેવીના ઘણા વીડિયોઝ અને તસવીરો પણ શેયર કરી હતી.

આ પછી તેણે શ્રીદેવીની ડેડ બોડીની તસવીર પણ શેયર કરી દીધી. આ તસવીર જોઇને લોકો ભડકી ઉઠયા અને પોસ્ટ પર રાખીને ખુબ ખરી-ખોટી સંભળાવી. ફેન્સનો ગુસ્સો જોઇને રાખીને પોસ્ટ હટાવી પડી.