સાયન્ટિસ્ટ રાખી સાવંતનો રેપથી બચવાનો આ આઇડિયા સાંભળી તમે તમારું માથું પછાડવા લાગશો

14 Nov, 2018

 રાખી સાવંત જયારે પોતાનું મોં ખોલે છે ત્યારે કોઇને કોઇ વિવાદ ઉભો થઇજાય છે, તનુશ્રી દત્તા પર રેપનો આરોપ લગાવીને સનસની ફેલાવનાર આખાબોલી રાખી સાવંતને કંટ્રોવર્સી ક્રિએટ કરવાની આદત હોય છે. રાખીએ તનુશ્રીને લેસ્બિયન કહી નાખી અને પ્રેસ કોન્ફરન્સ કરીને તનુશ્રી પર રેપનો આરોપ પણ લગાડી દીધો.

 

 

એટલું જ તેના પર પ૦ કરોડનો માનહાનિનો કેસ પણ કરવાની વાત કરી. આ બધા સિવાય રાખી સાવંતે મહિલાઓના રેપથી બચવા માટે જે અનોખી સલાહ આપી છે તેને જોઇને તમે તમારું માથુ પછાડવા લાગશો અને તમને વિશ્ર્વાસ થઇ જશે કે ડ્રામા કવીન રાખીનો માત્ર એક જ ઉદ્દેશ છે પબ્લિસીટી મેળવવી.
 
જાતે જ જોઇ લો વીડિયોમાં સાઈન્ટીંસ્ટ રાખીએ કઇ ક્રાંતિકારી આઇડિયા આપ્યો છે મહિલાઓને...
 
 

 

 

પોતાના આ ક્રાંતિકારી આવિષ્કારમાં રાખી મહિલાઓના પ્રાઇવેટ પાર્ટ પર તાળું લગાડવાની સલાહ આપી રહી છે. આ વીડિયોને જોતા કેટલાક લોકોના મનમાં ખ્યાલ આવી રહયો હશે કે આ તાળું કદાચ રાખી પોતાના મન પર લગાવી લે તો વધારે સારું રહેશે.

રાખી કહી રહી છે કે રેપથી બચાવા માટે તમે તમારું પ્રાઇવેટ પાર્ટ પર ગોદરેજનું ભારે તાળું લગાવી લેવું જોઇએ. આ દ્વારા રાખી કઇ રીતનો મેસેજ દેવા માંગે છે તે તો તે જ જાણે. એમ પણ તેની બેહુદા વાતો નોર્મલ લોકોને ઓછી જ સમજ આવે છે.