Positive News

રાજકોટમાં બનશે ગ્રીનફિલ્ડ એરપોર્ટ, 1025.54 હેક્ટર જમીન ફાળવાશે

રાજકોટ- રાજ્ય સરકાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને જમીન આપી બિલ્ડ-ઓપરેટ-મેઇનટેઇન ધોરણે ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવશે. મુખ્યપ્રધાન  વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી પ્રધાનમંડળની બેઠકમાં રાજકોટ ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાને જમીન ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્ય મંત્રીમંડળના આ નિર્ણય અનુસાર સૌરાષ્ટ્રના સંતુલિત, સર્વસમાવેશક અને આર્થિક વિકાસ તેમજ પ્રાદેશિક જોડાણ સક્ષમ બનાવવા મહત્વપૂર્ણ એવા રાજકોટમાં આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવાશે.

રાજ્ય સરકાર વૈશ્વિક માપદંડ ધરાવતા આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે રાજકોટ નજીકના હીરાસર તેમજ ચોટીલા તાલુકાના ડોસલી ધુમા, ગારીડા અને લોમાકોટાડી એમ ત્રણ ગામોની ૧,૦રપ.પ૪ હેકટર જમીન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને બિલ્ડ, ઓપરેટ અને મેઇન્ટેઇનના ધોરણે એરપોર્ટ વિકસિત અને કાર્યાન્વિત કરવા ફાળવશે

Source By : Chitralekha

Releated Post