વટાણાના એક દાણાથી થયું આ માસુમનું દર્દનાક મોત : દરેક માતા-પિતા રહે સાવધાન

03 Feb, 2018

 વટાણાનો એક દાણો પણ જીવ લઇ શકે છે. કદાચ તમને વિશ્ર્વાસ ન આવે પરંતુ આ સાચું છે. ગણતંત્ર દિવસ ઉપર એક હોશિંયાર વિદ્યાર્થી પરેડના ગ્રાઉન્ડમાં જવાનોના પરાક્રમ જોઇને પિતા સાથે પાછો આવતો હતો ત્યારે રમતા રમતા વટાણાના હવામાં ઉછાળીને ખાવા લાગ્યો. આ દરમ્યાન એક વટાણાનો દાણો એની શ્ર્વાસ નળીમાં જઇને ફસાઇ ગયો અને તે તડફડીયા મારવા લાગ્યો. પરિવારજનો કંઇ સમજે તે પહેલા જ દમ તોડતા જોઇને પિતા, દાદી અને માતા પાસેના ડોકટર પાસે લઇને ભાગ્યા, ત્યાંથી બીજા અને પછી ત્રીજા ડોકટર. છેલ્લે ડોકટરે કહી દીધું હંસલ હવે નથી રહયો.

 

 

રાયુપરમાં રાજેન્દ્ર નગર નિવાસી અનિલ દેવના ઘરે થોડાક સમય ખુશીનું વાતાવરણ હતું જે માતમમાં બદલી ગયું. કોઇ વિશ્ર્વાસ કરતુ ન હતું કે હંસલ હવે કયારેય પાછો નહીં આવ.
યાદ કરીને રોવે છે દાદી. હંસલ દાદીનો સૌથી વ્હાલો હતો. હંસલની દાદી સુનિતા દેવને જયારે આ વિશે પુછવામાં આવ્યું તો તેમની આંખો આંસુથી છલકાઇ ગઇ. અને બોલી અમે બધા તેને ડોકટર પાસે લઇ ગયા. આવુ થઇ જશે તે વિચાર્યું પણ ન હોતું. હવે કોણ મારા ખોળામાં આવીને બેસશે. કોણ તોફાન કરશે ?હંસલની માતાનું દ્રૌપદીનું રોઇ રોઇને હાલત ખરાબ થઇ ગઇ.
 
 

 
 
બીજા ધોરણમાં અભ્યાસ કરતો ૮ વર્ષીય હંસલ હોશીંયાર વિદ્યાર્થી હતો. પરંતુ આ ઘટના પછી બધા માતાપિતાએ જાગરૂક થવાની જરૂર છે. 
ડોકટરનું કહેવું છે કે, શ્ર્વાસ નળી ૩.૫ થી ૪.૫ એમએમની ગોળાઇની હોય છે. જાણકારો મુજબ જો ઇમરજન્સીમાં સારવાર કરવામાં આવે તો શ્ર્વાસ નળીમાંથી વટાણા, ચણા, મગફળી કે અન્ય વસ્તુ ફસાઇ ત્યારે જીવ બચાવી શકાય છે. ડોકટરના કહેવા મુજબ એક વર્ષ સુધીના બાળકોમાં ચણા, મગફળીના દાણા ફસાવાના મામલા ઘણા વધી રહયા છે. પાંચ વર્ષ સુધીના બાળકોમાં પણ સિકકો, પેન ત્યાં સુધી કે સીટી પર અટકાવાના કેસ આવી ચુકયા છે. આવામાં દરેક માતાપિતાની જવાબદારી છે કે તેના બાળકોને આ વસ્તુઓથી દુર રાખે.