ઘટસ્ફોટક : તાંત્રિકની સલાહ પર રાહુલે લગાવ્યા હતા પીએમ મોદીને ગળે

24 Jul, 2018

 રાહુલ ગાંધીએ સંસદમાં પોતાના ભાષણ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગળે લગાવીને જે છકકો માર્યો હતો તેની અસર હજુ સુધી ભાજપા અને રાજનીતિમાં દેખાઇ રહી છે. આ વચ્ચે ભાજપાના પ્રવકતા તજિંદર પાલસિંહે બગ્ગાએ એવો ખુલાસો કર્યો છે કે જેને જાણીને તમે પણ હેરાન થઇ જશો. તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીએ એક તાંત્રિકના કહેવા પર પ્રધાનમંત્રી મોદીને ગળે લગાવ્યા હતા. તાંત્રિકે સલાહ આપી હતી કે જો રાહુલ પોતાનું ભાષણ પછી પ્રધાનમંત્રી ખુરશીને ટચ કરી લ્યે તો તેના પ્રધાનમંત્રી બનવાના યોગ મજબુત થઇ જશે.

બગ્ગાએ પ્રખ્યાત હિન્દી ન્યુઝ પેપર અમર ઉજાલા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને એક યુવા કોંગ્રેસી સાંસદ મિત્રે તેમને આ જાણકારી આપી હતી. બગ્ગાના જણાવ્યા મુજબ કોંગ્રેસ નેતાએ તેમને જણાવ્યું કે તાંત્રિકે રાહુલ ગાંધીને ભાષણ પછી તરત જ કોઇ પણ રીતના પ્રધાનમંત્રીની ખુરશીને અડવાની સલાહ આપી હતી. હવે એ રીતે તો રાહુલ ગાંધી સીધા પ્રધાનમંત્રીની ખુરશીને અડી તો ન શકે આ માટે તેમણે ગળે લાગવાના બહાને ત્યાં સુધી ગયા અને આ વચ્ચે તેની ખુરશી પણ અડી લીધી.

બગ્ગાએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ જણાવવું જોઇએ કે શું સાચે જ એક તાંત્રિકના કહેવા પર પ્રધાનમંત્રીને ગળે લગાવ્યા હતા. સાથે જ તેમણે કહયું કે જો આમા સત્ય છે તો દેશની સૌથી જુની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા તંત્ર-મંત્ર અને અંધવિશ્ર્વાસનો સહારો લેવા ઘણો નિંદનીય પગલું છે.

રાહુલ ગાંધીએ તેલુગુ દેશમ પાર્ટી દ્વારા મોદી સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલ અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર ભાષણ દરમ્યાન પ્રધાનમંત્રી મોદીને ગળે લગાવ્યા હતા. તેમણે કહયું હતું કે તે(ભાજપા) ભલે જ તેને નફરત કરે, પરંતુ તે(રાહુલ) પ્રેમથી તેનો જવાબ આપશે. રાહુલનું આ પગલું તેનું માસ્ટર સ્ટ્રોક બતાવવામાં આવ્યું છે.

કહેવામાં આવી રહયું છે કે પહેલા તો પીએમને એમ સમજમાં ન આવ્યું કે રાહુલ ગળે શું કામ મળે છે, પરંતુ જયારે તેમને રાહુલનો માસ્ટર સ્ટ્રોકની સમજ આવી ત્યાં સુધીમાં મોડું થઇ ચુકયું હતું. જો કે પીએમ મોદીને રાહુલને ફરી બોલાવીને તેની પીઠ થપથપાવી હતી.