પ્રોસ્ટિટ્યુટ્સનો ત્રાસ વધી જતા નવુ ઘર શોધી રહ્યા છે શાહિદ-મીરા 😧

10 Feb, 2018

 શાહિદ અને મીરા બોલિવુડના સૌથી ક્યુટ કપલ્સમાંના એક છે. તેમની દીકરી મીશા સાથે તે એક સરસ ફેમિલી લાઈફ જીવી રહ્યા છે. પરંતુ આજકાલ તેમના ઘરની આસપાસનો માહોલ એટલો બગડી ગયો છે કે તે ઘર છોડી બીજે રહેવા જવાનું વિચારી રહ્યા છે. તેમને ડર છે કે તેમના ઘરની આસપાસ જે ચાલી રહ્યું છે તેની અસર તેમની નાનકડી દીકરી મીશા પર પણ પડશે.

જણાવી દઈએ કે શાહિદ અને મીરા જુહુ તારા રોડ પર આલીશાન સી ફેસિંગ એપાર્ટમેન્ટ ધરાવે છે. તેઓ જે સ્કીમમાં રહે છે તેનું નામ પ્રણેતા એપાર્ટમેન્ટ્સ છે. હવે આ સ્કીમની આસપાસનો માહોલ ડહોળાવા માંડ્યો છે. માહોલ એ હદે બગડી ગયો છે કે અહીં રહેવું રહીશો માટે મુશ્કેલ થઈ ગયું છે.
જૂહુ બીચ પર ખુલ્લેઆમ પ્રોસ્ટિટ્યુટ્સ ફરી રહી છે. આ બીચ પ્રણેતા એપાર્ટમેન્ટ્સથી અડધો કિલોમીટર જ દૂર આવેલો છે. અહીં દલાલો સાથે ઊભેલી પ્રોસ્ટિટ્યુટ્સને લઈ જવા ગ્રાહકોની અવરજવર ચાલુ જ હોય છે જેને કારણે આસપાસના વિસ્તારનો માહોલ બગડી રહ્યો છે.
શાહિદના લગ્ન પણ નહતા થયા ત્યારે તેણે આ ફ્લેટ ખરીદ્યો હતો. ત્યારે તેને આ સમસ્યા બહુ મોટી નહતી લાગતી પરંતુ હવે પ્રોસ્ટિટ્યુટ્સ તેના એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચી ગઈ છે. ખાસ કરીને શાહિદ અને મીરાના ગાર્ડન ફેસિંગ એપાર્ટમેન્ટમાંથી આ બધુ જ ખુલ્લેઆમ દેખાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, “કેટલીક પ્રોસ્ટિટ્યુટ્સ બીચ પાસે અને શાહિદના ગાર્ડન એરિયાની ખૂબ જ નજીક ઊભી રહે છે. આથી તેમને રોજ-રોજ જોવી એ શાહિદ અને મીરા માટે ખૂબ જ અઘરી બાબત બની ગઈ છે.”
આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે શાહિદ અને મીરા હવે આ ફ્લેટ છોડીને જ જતા રહેવા માંગે છે. હવે આ કપલ હાલ રણબીર કપૂર જ્યાં રહે છે તે બાંદ્રાના એપાર્ટમેન્ટમાં ફ્લેટ લેવાનું વિચારી રહ્યું છે.