યુવતીઓના બ્રેસ્ટ પર પ્રોફેસરની ટીપ્પણી, કહયુ, કેટલાક અંગ પુરૂષોને આકર્ષિત કરે છે, ઢાંકીને રાખો

20 Mar, 2018

 મહિલાઓના શરીર, પહેરવેશને લઇને ટીપ્પણી કરવી તો જાણે નેતા, પ્રોફેસરનું કામ બની ગયું છે. કેરલના એક પ્રોફેસરએ કંઇક આવુ જ કહી દીધું.

અમે શું પહેરી, શું ન પહેરી એ અમે નકકી કરીશું પરંતુ કદાચ કેટલાક લોકોના મગજમાં આ વાત સારી રીતે બેસતી નથી. ત્યારે તો તેઓ ગમે ત્યારે મહિલાઓના શરીર, એના પહેરવેશને લઇને પોતાની હલકા વિચાર દુનિયાની સામે રાખે છે.
 
 

 

જણાવી દઇએ કે કેરલના પ્રોફેસરએ મહિલાઓના શારીરિક બનાવટને લઇને વિવાદિત વિધાન દીધું હતું. જેના પછી સોશ્યલ મીડિયામાં મહિલાઓએ કેમ્પેઇન શરૂ કરી દીધું છે. મહિલાઓ પોતાનો તરબુચથી ઢાંકેલા પોતાના સ્તનની તસવીર શેયર કરી રહી છે.

કેરલના કોઝિકોડના ફારૂક ટ્રેનિંગ કોલેજમાં પ્રોફેસર જોૈહર મુનવ્વિરના કોલેજની છોકરીઓના પહેરવેશ, તેની શારીરિક બનાવટને લઇને અશ્ર્લીલ ટીપ્પણી કરી. પ્રોફેસરના એક કાર્યક્રમ દરમ્યાન કહયું કે, મહિલાઓના કેટલાક અંગ પુરૂષોને આકર્ષિત કરે છે આ માટે તેને ઢાંકીને રાખો, પરંતુ આવું કરવાને બદલે યુવતીઓ પોતાના બ્રેસ્ટને ખુલા રાખે છે. પ્રોફેસર અહીં ન રોકાણા, તેણે કહયું જેવી રીતે લોકો તરબુચને જોઇને સમજી જાય છે કે તે પાકેલુ છે કે નહીં તેવી રીતે યુવતીઓ પડદા ન કરીને બતાડે છે કે તેનું બાકીનું શરીર કેવું છે.

 

 

પ્રોફેસર જૌહરનું વિવાદિત વિધાન ૩ મહિનું જુનુ છે. પરંતુ હવે સોશ્યલ મીડિયામાં તેનો વિરોધ શરૂ થઇ ગયો છે. કોલેજ પ્રશાસનનું કહેવું છે જૌહર સમાજશાસ્ત્ર ભણાવે છે અને હંમેશા આવી વાતો કરે છે, પરંતુ તેની કોઇએ ફરિયાદ નથી કરી આ માટે તેના વિરુદ્ધ એકશન નથી લેવામાં આવ્યું.  ત્યાં સોશ્યલ મીડિયામાં તેના અલગ અલગ તરીકેથી વિરોધ શરૂ થયો છે. તિરુવનંતપુરમ સ્થિત સોશ્યલ એક્ટિવિસ્ટ દિયા સનાએ પ્રોફેસર વિરુદ્ધ કૈંપેન શરૂ કરી દીધું છે. દિયાએ પોતાનું ફેસબુક પર ફોટો પોસ્ટ કરી, જેમાં છોકરીને તરબુચના ટુકડાથી પોતાના બ્રેસ્ટ ઢાંકી રાખ્યા હતા. જો કે ફેસબુકે તરત જ આ તસવીરને ડીલીટ કરી દિયાના એકાઉન્ટને બ્લોક કરી દીધું.