બ્રાઇડલ ચોલી અને જીન્સમાં દુલ્હને કર્યો જબરદસ્ત ડાન્સ

14 Mar, 2018

 આ વીડિયોમાં દુલ્હન રશિકા હાથમાં ચુડી પહેરીને બૈલી ડાન્સીંગ પણ કરતી નજર આવી રહી છે, આ વીડિયો ઇન્ટરનેટ પર ઘણી ધમાલ મચાવી રહયો છે...

સામાન્ય રીતે દુલ્હનને લઇને તમારા મનમાં એક શરમાળ તસવીર બનેલી હોય છે પરંતુ જમાના બદલી રહયો છે હવે એવું નથી રહયું હવે આધુનિક દુલ્હન લગ્ન સમારોહમાં હવે ડાન્સ કરતી એન્ટ્રી લેતી નજર આવે છે. બીજા મહેમાનોની જેમ જોરદાર આ ખાસ પ્રસંગે આનંદ ઉઠાવે છે. દિલ્હીમાં ફોટો સ્ટુડિયો ચલાવવાવાળી પ્રિયંકા કંબોજ ચોપડાએ હાલમાં જ એક એવી દુલ્હન વીડિયો પોસ્ટ કરી છે જે સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહયો છે.

આ વીડિયોમાં દુલ્હન રશિકા હાથમાં ચુડલો પહેરીને બૈલી ડાન્સ પણ કરતી નજર આવી રહી છે. આ વીડિયો ઇન્ટરનેટ પર ઘણી ધમાલ મચાવી રહયો છે અને લાખો લાઇક અને વ્યુઝ મળી રહયા છે.

આ વાયરલ વીડિયોમાં દુલ્હન રશિકા યાદવ બ્રાઇડલ ચોલી, મહેંદી લાગેલા હાથ અને ડેનિમ જીન્સમાં નજર આવી રહી છે. ફોટોગ્રાફર પ્રિયંકાએ બતાવ્યું કે વેડિંગ શુટમાં રશિકાએ પોતાના આ યુનિક આઉટફીટમાં પંજાબી ગીત પર ભાંગડા કર્યો. પ્રિયકાંએ કહયું, રશિકાનો ડાન્સ કરતા જોઇને પોતાને એક કેમેરામાં શુટ કરતા રોકી ન શકી.

 

Loading...

Loading...