પ્રિયંકા ચોપડાના લગ્ન આ ટીવી એકટરની સાથે થતા થતા રહી ગયા, માસીએ ચલાવી હતી વાત

23 Jul, 2018

  બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અમેરિકી સિંગર નિક જોનસને ડેટ કરવાને લઇને ઘણા સમાચારોમાં ચમકી રહી છે. આ દિવસોમાં ઘણા અવસર પર તેમને સાથે જોયા છે અને બંને એકબીજાના પરિવારોને મળી ચુકયા છે. હાલમાં જ નિક પ્રિયંકાની સાથે ભારત આવ્યો હતો. તે પ્રિયંકાના નજીકી દોસ્તો અને પરિવારવાળોની સાથે છુટ્ટી મનાવવા ગોવા ગઇ. સાથે જ પ્રિયંકા અને નિકએ મુકેશ અને નીતા અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીની સગાઇ પાર્ટીમાં લઇ નજર આવ્યા હતા.

પરંતુ શું તમે જાણો છો કે પ્રિયંકાની માસીને એક ટીવી એકટર ઘણો પસંદ હતો કે તે પ્રિયંકા ચોપડાના લગ્ન તે એકટરની સાથે કરાવા ઇચ્છતી હતી.
 

જો પ્રિયંકા તે સમયે પોતાની માસીની વાત માની લેતી તો તે ટીવી એકટર આજે તેનો પતિ હોત.

કેટલાક સમય પહેલા એક ઇન્ટરવ્યુ દરમ્યાન પ્રિયંકા ચોપડાએ પોતે જ ખુલાસો કર્યો હતો. તેને જણાવ્યું કે તેની માસી ઇચ્છતી હતી કે તે સિરીયલ દેવો કે દેવ મહાદેવ ફેમ મોહિન રેનાની સાથે લગ્ન કરે, કેમ કે તેનું માનવું હતું કે મોહિત રૈનામાં તેના પતિ અને ઘરના જમાઇ બનવાના બધા ગુણ છે.

હકીકતમાં તેની માસી મોહિતના કામ અને તેની ઇમાનદારીથી ઘણી પ્રભાવિત હતી. આ માટે તે ઇચ્છતી હતી કે પ્રિયંકા મોહિતની સાથે ઘર વસાવી લે. તે મોહિત અને પ્રિયંકાના લગ્નને લઇને આશાવાદી હતી. મીડિયા રિપોર્ટસ મુજબ, મોહિતનો પરિવાર પણ આ વાત સારી રીતે જાણતો હતો.

પરંતુ કોઇ રીતે આ વાત બની નહીં અને મામલો ઠંડો પડી ગયો. જણાવી દઇએ કે મોહિત રૈના નાગિન ફેમ મોનિ રોયને ડેટ કરી રહયો છે. ટીવી શો દેવો કે દેવ મહાદેવમાં મોહિત રૈના અને મોની રોયને એક સાથે ખુબ પસંદ કરવામાં આવ્યા હતા.