પ્રિયંકા ચોપરા ફરી બની સૌથી સેક્સી વુમન

05 Dec, 2014

પ્રિયંકા ચોપરા ગયા ફરી વખત સૌથી સેક્સી મહિલાનો તાજ જીતી છે.પ્રિયંકાને આજે વિશ્વની સૌથી સેક્સી મહિલાનો ખિતાબ મળ્યો છે.

યૂકેના વિકલી પેપર ઈસ્ટર્ન આઈ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 50 મહિલાઓને આવરી લેવામાં આવી હતી.આ લિસ્ટમાં સૌથી પહેલુ સ્થાન પ્રિયંકા ચોપરાને મળ્યુ છે જ્યારે બીજા સ્થાને મશહૂર ટીવી અભિનેત્રી દ્રષ્ટિ ધામી અને ત્રીજા સ્થાને ટીવી એક્ટ્રેસ સનાયા ઈરાની છે.કેટરિના આ લિસ્ટમાં ચોથા સ્થાને ફેંકાઈ છે.

પ્રિયંકાએ કહ્યુ હતુ કે હુ એકવાર ફરી ઈસ્ટર્ન આઈની સેક્સિએસ્ટ મહિલા બની છુ તે બદલ ખુબ ખુશ છુ.આ સ્થાને મને વિશ્વભરમાં કરવામાં આવેલા પબ્લિક પોલમાં પસંદ કરીને બીરાજવામાં આવી છે તેથી આ બાબત મારા માટે ખુબ મહત્વની છે.

એક કરોડ વોટના આધારે તૈયાર થયેલી આ યાદીમાં ગૌહર ખાન પાંચમાં નંબરે છે.કરીના કપૂર આઠમાં જ્યારે સોનમ કપૂર નવમાં તો શ્રધ્ધા કપૂર 17માં સ્થાને છે.જ્યારે આલિયા ભટ્ટને આ લિસ્ટમાં 24મો નંબર મળ્યો છે.માધુરિ દિક્ષિત 28માં,કંગના રાનૌત 38માં અનુષ્કા શર્મા 47માં સ્થાને છે.ટોપ 50 સેક્સિએસ્ટ મેનની યાદી આવતા અઠવાડિયે જારી કરવામાં આવશે.