નિક જોનસની સાથે રિલેશનશીપ પર પ્રિયંકા ચોપડાએ પહેલીવાર મોં ખોલ્યું

14 Jul, 2018

 પ્રિયંકા ચોપડા અને નિક જોનસની દોસ્તી પછી તેના કથિત રીલેશનશીપની ચર્ચા ૨૦૧૭થી છે. જયારે તે મેટ ગાલામાં એક સાથે જોવા મળ્યા હતા. ત્યારથી પ્રિયંકા અને નિક બંને સાથે દેખાઇ રહયા છે. અને ઇન્સ્ટાગ્રામ પર પણ એકબીજા માટે પોસ્ટ કરતા રહે છે.

જો કે પબ્લિકમાં તેમણે પોતાના રીલેશનશીપ વિશે અત્યાર સુધી કંઇ બોલ્યા નથી. પરંતુ એક તાજેતરની ઇવેન્ટમાં દરમ્યાન જયારે પ્રિયંકાને નિકની તાજેતરની ઇન્ડિયા ટ્રીપ વિશે પુછવામાં આવ્યું તો પ્રિયંકાએ એક મેગેઝીનને બતાવ્યું, અમે એકબીજાને સમજી રહયા છીએ અને મને લાગે છે કે તેના માટે આ ઘણો સારો અનુભવ રહયો. પ્રિયંકા બોલી જેમ કે મે જણાવ્યું, મને લાગે છે તેમણે ઘણું એન્જોય કર્યું.

પ્રિયંકા અને નિક એકબીજાના પરિવારને પણ મળી ચુકયા છે. ત્યાં નિકની ઇન્ડિયા વિઝિટ પર પ્રિયંકા તેને ગોવા ફરવા લઇ ગઇ હતી. તેની સાથે તેની કઝીન પરિણીતી ચોપડા પણ હતી.

હાલમાં જ પ્રિયંકાએ એ પણ બતાવ્યું કે તે લગ્ન કરવા ઇચ્છે છે પરંતુ તેનાથી તેના ફેમિનિસ્ટ ઓપિનિયન પર કોઇ ફર્ક નથી પડતો. પ્રિયંકાએ એમ પણ જણાવ્યું કે તે ઘણો રોમાન્ટિક છે.