પ્રિયંકાના લગ્ન પર પહેલીવાર આવ્યું તેની માતાનુ નિવેદન, બધી અફવાઓ પરથી ઉઠયા પડદા

02 Aug, 2018

 છેલ્લા કેટલાક દિવસથી પ્રિયંકા ચોપડા સમાચારોમાં છવાયેલી રહે છે. પહેલા તેમણે સલમાન ખાનની ફિલ્મ ભારત છોડી દીધી અને પછી તેની સગાઇના સમાચારે હલચલ મચાવી દીધા. હવે ખબર છે કે પ્રિયંકા ૧૬ સપ્ટેમબરના પોતાનાથી ૧૦ વર્ષ નાના બોયફ્રેન્ડ નિક જોનસની સાથે લગ્ન કરવા જઇ રહી છે.

૧૬ સપ્ટેમ્બરના નિકનો ૨૬મો જન્મદિવસ પણ છે. આ દિવસે નિક અને પ્રિયંકા લગ્નના બંધનમાં બંધાઇ જશે. હવે પ્રિયંકાના લગ્નને લઇને મધુ ચોપડાએ નિવેદન આપ્યું છે. હાલમાં એક ઇવેન્ટમાં મધુએ મીડિયાને આ સવાલનો જવાબ આપ્યો.શું પ્રિયંકાના લગ્ન સપ્ટેમ્બરમાં છે ? આ સવાલ પર મધુએ એક ટુંકો જવાબ આપતા કહયું, નહીં. જયારે કહેવામાં આવ્યું કે ભારતના પ્રોડયુસરે પ્રિયંકાને ફિલ્મ છોડવાને કારણે ગેરજવાબદાર બતાવી છે ? આ પર મધુ કહે છે કે આ કોને કહયું ? આ તમે લોકોએ કહયું.

મધુ, મીડિયાના સવાલોથી બચતી નજર આવી. પ્રિયંકાની માએ બેટીના લગ્ન કોઇ સાફ જવાબ આપ્યો નહીીં. ત્યાં પ્રિયંકા અને નિકની તરફથી પણ હજુ સુધી કોઇ નિવેદન આવ્યું નથી. જણાવી દઇએ કે પ્રિયંકાએ ભારત છોડવાના કારણ પર વધુ એક ખુલાસો થયો હતો.
કહેવામાં આવ્યું હતું કે, ભારતમાં પ્રિયંકા સિવાય ત્રણ હીરોઇનો દીશા પટની, તબુ અને નોરા ફતેહીને કાસ્ટ કરી લેવામાં આવી હતી. આ વિશે પ્રિયંકાને પહેલા કંઇ બતાવવામાં આવ્યું ન હતું. આ કારણે પ્રિયંકાને ડર હતો કે ફિલ્મમાં કયાંક તેનો રોલ નાનો ન કરી દેવામાં આવે. આ કારણથી પ્રિયંકાએ ભારત છોડી દીધી.