૧૦ વર્ષ નાના નિકને ડેટ કરી રહી છે પ્રિયંકા, જાણો કેમ મહિલાઓને પસંદ આવે છે નાની ઉંમરના છોકરા

18 Jul, 2018

 હંમેશા તમે જોયું હશે કે જયારે માતા પિતા લગ્ન માટે પોતાની દીકરી માટે તેના ઉંમરમાં મોટા છોકરાઓને પસંદ કરે છે. ઘણું એવું ઓછું જોવા મળે છે કે છોકરાની ઉંમર નાની હોય અને યુવતીની મોટી. પરંતુ સમયની સાથે હવે ટ્રેન્ડ બદલાઇ રહયો છે. આજે ઘણી બધી યુવતીઓ એવી પણ છે જેને પોતાનાથી મોટા નહીં પરંતુ નાના યુવકો પસંદ છે. બોલીવુડ એકટ્રેસ પ્રિયંકા ચોપડા પણ તેમાંથી જ એક છે. છેલ્લા થોડાક દિવસોથી પ્રિયંકા ચોપડા પોતાનાથી ૧૦ વર્ષ નાના બોયફ્રેન્ડ નિક જોનસની સાથે રિલેશનશીપને લઇને સમાચારોમાં છે. સમાચારોની માનીએ તો જુલાઇના છેલ્લા વીક કે પછી ઓગસ્ટમાં સગાઇ કરી શકે છે. ત્યાં સુધી કે પ્રિયંકા હાલમાં નિકને પોતાની માં મધુ ચોપડાને મેળવવા માટે ભારતી પણ લાવી હતી. આવો જાણીએ મહિલાઓના એવા પ સિક્રેટ જેના કારણે તે તેનાથી નાની ઉંમરના યુવકો પસંદ કરે છે.

ઉંમરથી રહે છે અજાણ

નાની ઉંમરના યુવકો સાથે મહિલાઓને પોતાની ઉંમરનો અહેસાસ થતો નથી. તે ઘણી એકટીવ અને સ્પોર્ટી હોય છે. તેમને દરરોજ કંઇકને કંઇક નવું કરવું પસંદ છે. આવા યુવકોની સાથે રહેવા પર મહિલાઓ યુવાન અને ચુસ્ત મહેસુસ કરે છે.

રોમાન્ટીક

જો કોઇ મહિલા પોતાનાથી ઓછી ઉંમરના યુવકોને લાઇફ પાર્ટનર બનાવે છે તો તેની જિંદગીમાં હંમેશા રોમાન્સ બન્યો રહે છે. તમારો પાર્ટનર પોતાની કયુટ હરકતોથી તમને ઇમ્પ્રેસ કરે છે.

એકસપીરીયન્સ કરી શકે છે શેયર

જે યુવતીઓ ઓછી ઉંમરના યુવકને લાઇફ પાર્ટનર બનાવે છે તેને પોતાના પાર્ટનરથી વધારે વસ્તુનો અનુભવ થાય છે. એટલું જ નહીં તે કેરીયરમાં પણ પોતાના પાર્ટનરથી આગળ હોય છે. તે એ બધો અનુભવ પોતાના પાર્ટનરની સાથે શેયર કરે છે. સાથે જ તેના કેરીયરને બનાવવામાં પણ તેની મદદ કરી શકે છે.

શારીરિક સંબંધ

ઓછી ઉંમરના યુવકોની સાથે શારીરિક સંબંધ બનાવવાથી કોઇ નુકસાન થતું નથી. એક રિસર્ચ મુજબ પોતાનાથી મોટી ઉંમરની મહિલાઓને જોઇને યુવકોમાં ટેસ્ટેસ્ટેરોનનું લેવલ વધે છે. જેના કારણે તેનું દિલ મોટી ઉંમરની મહિલાઓની તરફ વધારે આકર્ષિત થાય છે.