સગાઈ બાદ પ્રિયંકા ચોપરા પહેલી જ વાર સાસુ-સસરા અને નિકને લઈ ગઈ હતી અનાથાશ્રમ

21 Aug, 2018

પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસના રોકા તથા પાર્ટી ઘણી જ ચર્ચામાં રહી. બંને સ્ટાર્સ સગાઈના બીજા દિવસે એટલે કે 19 ઓગસ્ટના રોજ પરિવાર સાથે અંધેરીમાં આવેલા અનાથાલયમાં ગયા હતાં. અહીંયા પ્રિયંકાએ છોકરીઓ સાથે ડાન્સ પણ કર્યો હતો.


સાસુ-સસરા-ફિયોન્સ-મોમ સાથે પ્રિયંકા આવીઃ
નિકટના ફ્રેન્ડ્સ તથા સાસુ ડેનિસ, સસરા પોલ કેવિન, ફિયોન્સ નિક જોનાસ તથા મોમ મધુ ચોપરા સાથે પ્રિયંકા મુંબઈના અંધેરીમાં આવેલા સેન્ટ કેથેરિયન ઓર્ફનેઝ હોમ આવી હતી.


યુનિસેફની બ્રાન્ડ એમ્બેસેડરઃ
પ્રિયંકા અલગ-અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલી છે. યુનિસેફની ચાઈલ્ડ રાઈટ્સ ગુડવિલની બ્રાન્ડ એમ્બેસેડર છે. જે હેઠળ તે અનેક કેમ્પેઈન સાથે જોડાયેલી છે. હાલમાં જ પ્રિયંકા રોહિંગ્યા રેફ્યૂજી કેમ્પમાં પણ ગઈ હતી.


અમેરિકા ગયો નિકનો પરિવારઃ
અનાથાલયની મુલાકાત બાદ નિક મોમ તથા પાપા સાથે અમેરિકા જવા રવાના થઈ ગયો છે. મુંબઈ એરપોર્ટ પર નિક તથા તેને પેરેન્ટ્સ જોવા મળ્યાં હતાં.